ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરારના સંકેત આપ્યા
અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં : ટ્રમ્પનો ફરીથી દાવો
‘હવે પીએમ મોદી માટે ખૂબ આદર’ : ટ્રમ્પ
સાઉથ કોરીયાની રાજધાનીમાં અમેરિકન પ્રમુખનું નિવેદન
ભારત અને યુરોપીયન યુનિયન સ્ટીલ, ઓટો, કાર્બન ટેક્સ અને અત્યંત સંવેદનશીલતા ધરાવતા ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરવા તૈયાર થયા છે, જેથી ૨૦૨૫ના અંત પહેલા ટ્રેડ ડીલ થઈ શકે
સીઓલ,અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરીથી દાવો કર્યાે છે કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં છે. જો કે થોડા દિવસ અગાઉ ભારતીય વેપારવાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ પણ આ વાત જણાવી ચૂક્યા હોવાથી બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવના પ્રબળ થઈ છે. કદાચ ક્રિસમસ સુધીમાં તેની જાહેરાત થઈ જાય તો આશ્ચર્ય નહીં થાય. ટ્રમ્પ તેને કદાચ ભારત તરફથી મળેલી ક્રિસમસ ભેટ પણ ગણાવી શકે.
આસિયન દેશોની વાર્ષિક બેઠક વખતે ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર અને અમેરિકાના માર્કાે રુબિયો વચ્ચે કુઆલાલામ્પુરમાં પ્રસ્તાવિત વેપાર સંધિને લીઈને વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. બંને વચ્ચે વ્યાપાર મંત્રણાને લઈને લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. તેમા ખાસ્સી પ્રગતિ થઈ હોવાનું માનવામાં આવે છે. જો કે આમ છતાં પણ અમેરિકાએ હજી સુધી ભારતને રશિયા પાસેથી ક્‰ડ ખરીદવા બદલ લાદેલી ૨૫ ટકા ડયુટી દૂર કરવાના કોઈ સંકેત આપ્યા નથી.
આ દરમિયાન ભારત અને યુરોપીયન યુનિયન સ્ટીલ, ઓટો, કાર્બન ટેક્સ અને અત્યંત સંવેદનશીલતા ધરાવતા ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરવા તૈયાર થયા છે, જેથી ૨૦૨૫ના અંત પહેલા ટ્રેડ ડીલ થઈ શકે. ભારતે ઇયુ સાથે વેપાર વધારવા માટે પારદર્શક માળખાની તરફેણ કરી છે. ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ યુરોપની ત્રણ દિવસની મુલાકાતમાં બ્રસેલ્સ ગયા હતા ત્યારે તેમણે આ વાત કહી હતી. તેઓ ત્યાં ઇયુના ટ્રેડ અને ઇકોનોમિક કમિશ્નરને મળ્યાં હતા. આ મુદ્દાઓ પર સહમતી થવાની સાથે બંને વચ્ચે એફટીએ વર્ષાંત સુધીમાં થઈ જશે તેમ માનવામાં આવે છે.
અધિકારીના જણાવ્યા મુજબ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ કરવાના ઘણા નજીક પહોંચી ગયા છે. બર્લિન ગ્લોબલ ડાયલોગમાં ભારતીય વેપાર અને વાણિજ્ય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે અમે કોઈપણ ડીલ ઉતાવળે કરતાં નથી કે અમારા માથા પર ગન મૂકીને કોઈ અમારી સાથે ડીલ કરાવી શકતું નથી. ભારત-અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાના પ્રથમ રાઉન્ડના પાંચ તબકકા પૂરા થઈ ચૂક્યા છે.
