અમદાવાદના મેયરે એશિયા પેસિફિક સિટીઝ સમિટ એન્ડ મેયર્સ ફોરમ – 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
દુબઈમાં યોજાયો એશિયા પેસિફિક સિટીઝ સમિટ એન્ડ મેયર્સ ફોરમ – 2025
સતત વિકાસ, હવામાન પ્રતિકારક નગર વિકાસ અને નવીનતા આધારિત ગવર્નન્સ ક્ષેત્રે અમદાવાદનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું
દુબઈ, અમદાવાદ મહાનગરપાલિકાના માન. મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનએ સુરત, જયપુર, જબલપુર સહિત ભારતના અગ્રણી શહેરોના મેયર્સ સાથે એશિયા પેસિફિક સિટીઝ સમિટ (APCS) એન્ડ મેયર્સ ફોરમ – 2025માં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમિટ 27 થી 29 ઑક્ટોબર 2025 દરમિયાન દુબઈના એક્સ્પો સિટી ખાતે યોજાઈ હતી.
આ વૈશ્વિક સમિટનું આયોજન દુબઈના ક્રાઉન પ્રિન્સ તથા ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ દુબઈના ચેરમેન હિઝ હાઈનેસ શેખ હમદાન બિન મહમ્મદ બિન રશીદ આલ મક્તૂમના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. વિશ્વના છ ખંડોના 150 કરતાં વધુ મેયરો અને 600થી વધુ શહેરોના લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ “આવર શેર્ડ અર્બન ફ્યુચર (Our Shared Urban Future)” થીમ પર ચર્ચા કરી હતી.

ત્રિ- દિવસીય આ સમિટમાં અનેક ઉચ્ચ સ્તરીય સત્રો, થીમેટિક ફોરમ્સ અને નેટવર્કિંગ ઈવેન્ટ્સ યોજાઈ હતી. જેમાં નીચેના મુદ્દાઓ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી:
– ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને અર્બન ફ્યુચર્સ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા અને નવીનતા દ્વારા ટકાઉ શહેરોનું નિર્માણ.
– સિટી લીડરશિપ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ: સુશાસન, રોકાણ અને વૈશ્વિક વેપાર જોડાણો મજબૂત બનાવવાના પ્રયત્નો.
– ક્વોલિટી ઓફ લાઈફ: નાગરિક સુખાકારી, જીવંતતા અને સમાનતાપૂર્વકના વિકાસ પર ધ્યાન.
– એન્વાયર્નમેન્ટલ સોલ્યુશન્સ અને અર્બન રિજેનેરેશન: નેટ ઝીરો લક્ષ્યો, હવામાન પ્રતિકારક નીતિઓ અને સર્ક્યુલર ઈકોનોમી મોડેલ્સ.

વિશેષ સત્રોમાં “ગવર્નન્સ ઇન એક્શન: શેપિંગ દુબઈઝ સક્સેસ સ્ટોરી” (Dubai 2040 માસ્ટર પ્લાન અને Centennial 2071 વિઝન હેઠળ) સહિત સ્માર્ટ સિટીઝ, રિન્યુએબલ એનર્જી અને વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ્સ પર ચર્ચા યોજાઈ હતી. આ ઉપરાંત યંગ પ્રોફેશનલ્સ ફોરમમાં યુવાનોની નવીનતા અને તેમની ભૂમિકા પર ખાસ ભાર મૂકાયો હતો.
અમદાવાદ સસ્ટેનેબલ ક્લાઇમેટ સ્થિતિસ્થાપક અને નવીનતા સંચાલિત શહેરી શાસનમાં તેના નેતૃત્વનું પ્રદર્શન કરે છે, જે તેના અગ્રણી ટકાઉપણું અને ક્લાઇમેટ બજેટને પ્રકાશિત કરે છે, જે શહેરના મૂડીખર્ચનો 72 % હિસ્સો આબોહવા ક્રિયા અને નેટ ઝીરો આબોહવા સ્થિતિસ્થાપક શહેર એક્શન પ્લાન માટે ફાળવે છે. મુખ્ય ચર્ચાઓ શહેરી કૂલિંગ સ્ટ્રેટેરજી , રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝીશન, વેસ્ટ-ટુ-એનર્જી ઇનિસિટિવ અને AI આધારિત સ્માર્ટ ગવર્નન્સ પર કેન્દ્રિત હતી, જે અમદાવાદને સર્વસમાવેશક, લો-કાર્બન અને ભવિષ્ય માટે તૈયાર શહેરી વિકાસમાં અગ્રણી તરીકે સ્થાન આપે છે.
આ સમિટ દરમિયાન અમદાવાદ શહેરે પોતાના ટકાઉ અને હવામાન પ્રતિકારક વિકાસના પ્રયાસો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કર્યા હતા.
શહેરે રજૂ કરેલા મુખ્ય ઉપક્રમોમાં સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઈમેટ બજેટ: શહેરના કુલ મૂડી ખર્ચના 72% ભાગને હવામાન ક્રિયા માટે ફાળવવામાં આવ્યો છે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નેટ ઝીરો ક્લાઈમેટ રેઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન, જેના માધ્યમથી અમદાવાદે ઓછી કાર્બન ઉત્સર્જનવાળા અને ભવિષ્યલક્ષી શહેર તરીકે પોતાની ઓળખ બનાવી છે. આ સિવાય અર્બન કૂલિંગ, રિન્યુએબલ એનર્જી ટ્રાંઝિશન, વેસ્ટ-ટુ-એનર્જી પહેલો અને AI આધારિત સ્માર્ટ ગવર્નન્સ જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી.
આ સમિટે શહેરો વચ્ચેના જ્ઞાન-આદાનપ્રદાન, રોકાણ સહયોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.આમ, મેયર્સની ઉપસ્થિતિમાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટકાઉ અને નવીન નગર વિકાસના એજન્ડામાં ભારતની અગ્રેસર ભૂમિકા મજબૂત કરી છે.
