Western Times News

Gujarati News

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો

કમોસમી વરસાદના કારણે ૩૬ કિમીનો રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્્યતા છે

જૂનાગઢ, જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી ૨ નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી છે.

જિલ્લા વહીવટીતંત્રની સમિક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તૈયારી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે ૩૬ કિમીનો રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્્યતા છે. જેને લઈને તંત્રએ અપીલ કરી છે કે, જ્યાં સુધી નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતાં જોખમી હાલતમાં જણાય છે, ત્યારે પરિક્રમાની ચાલી રહેલી તૈયારી વચ્ચે માવઠું વિધ્ન બન્યું છે.

તેવામાં પરિક્રમા યોજાશે કે રદ થશે, આ મામલે જિલ્લા વહીવટીતંત્રની સમિક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.અગાઉ ગિરનાર લીલી પરિક્રમાને લઈને જિલ્લા કલેક્ટરની કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રિકોને પરિક્રમામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિવિધ સુવિધા મળી રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.