આયુષ્યમાન ખુરાના અને રશ્મિકાની ફિલ્મ થામાએ વર્લ્ડવાઇડ ૧૪૦ કરોડની કમાણી કરી
થામા આદિત્ય સરપોતદાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી
થામાએ ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કરી, મુંજ્યાને પાછળ છોડી
મુંબઈ, મેડોક ફિલ્મ્સના હોરર કોમેડી યુનિવર્સની કોઈ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં ન પહોંચે તો જ નવાઈની વાત છે. મેડોકની થામા દિવાળી પર રિલીઝ થઈ છે અને તેને એક મજબુત વીકેન્ડ મળ્યું છે, ચાલુ દિવસોમાં પણ આ ફિલ્મે તેની મજબુત ગતિ જાળવી રાખી હતી. પહેલાં દિવાળીની રજાઓ અને પછી છઠની રજાઓને કારણે દેશમાં ફિલ્મની આવકમાં વધારો થતો જોવા મળ્યો હતો, વિદેશમાં પણ તેણે પોતાની સ્થિર ગતિ જાળવી રાખી હતી. મેડોકની થામામાં આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાના લીડ રોલમાં છે, મંગળવારે આ ફિલ્મે કમાણીમાં ૨૮ ટકાનો વધારો થયો હતો.
મંગળવારે ફિલ્મની આવક ૫.૫૦ કરોડ નોંધાઈ હતી, તેની સામે સોમવારની આવક ૪.૨૫ કરોડ રહી હતી. આઠ દિવસના અંતે આ ફિલ્મની કમાણી ૧૦૧.૧૦ કરોડ થઈ છે, તેનાથી થામા મેડોકની ૧૦૦ કરોડ ક્લબમાં પહોંચેલી ચોથી ફિલ્મ બની ગઈ છે.સામે વિદેશોમાં દિવાળીની રજા ન હોવાથી આ ફિલ્મને વિદેશોમાં તો તહેવારનો લાભ મળ્યો નહીં, પરંતુ હવે ધીરે ધીરે તેણે વિદેશોમાં પણ ગતિ પકડી છે. જોકે, ઇન્ટરનેશનલ માર્કેટમાં ફિલ્મે ૨ મિલિયન ડોલરની આવક કરી લીધી છે અને આવતા વીકેન્ડમાં આ ફિલ્મ ૨૫૦ હજાર મિલિયન ડોલર સુધી પહોંચે એવી શક્યતા છે.
તેથી થામા આ અઠવાડિયાને અંતે આઠ દિવસમાં ૧૪૦ કરોડે પહોંચાડી દેશે. થામા હાલ મેડોક હોરર કોમેડી યુનિવર્સની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે, તેનાથી આગળ માત્ર બે સ્ત્રી સિરીઝની ફિલ્મ જ છે. મંગળવારે, તેણે મુંજ્યાને પણ પાછળ રાખી દીધી છે, જેણે ૨૦૨૩માં ૧૩૦ કરોડની કમાણી કરી હતી. એવી આશા છે કે આ વેમ્પાયર સ્ટોરી સ્ત્રીની ૧૮૨ કરોડની કમાણીને પાછળ રાખી દેશે. પરંતુ હાલ એવું લાગે છે કે તે સ્ત્રી ૨ની ૮૫૭ કરોડની આવક સુધી પહોંચી શકશે નહીં. થામા આદિત્ય સરપોતદાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી મહત્વના રોલમાં છે. સાથે જ આ ફિલ્મમાં ભેડિયાના વરુણ ધવનનો કેમિયો પણ છે. તેનાથી ભેડિયા ૨નો પણ સંકેત આપવામાં આવ્યો છે અને અનીત પડ્ડા શક્તિ શાલિનીની પણ તૈયારી કરી રહી છે.ss1
