Western Times News

Gujarati News

કોરીયન સુપર સ્ટાર ડોન લી પ્રભાસ સાથે ‘સ્પિરિટ’ ફિલ્મમાં દેખાશે

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં પ્રભાસ અને તૃપ્તિ ડીમરી લીડ રોલમાં છે

આ અહેવાલો મુજબ,ડોને તાજેતરમાં તેની ભારતની મુલાકાતની પોસ્ટ કરી હતી ત્યારે તે આ ફિલ્મ માટે જ આવ્યો હતો

મુંબઈ, કોરીયન સુપર સ્ટાર ડોન લી ‘ટ્રેઇન ટુ બુસાન’ અને માર્વેલની વિવિધ ફિલ્મથી એક આંતરરાષ્ટ્રિય કક્ષાએ જાણીતો કલાકાર છે. હવે તે ભારતીય સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. કોરીયન મીડિયાના અહેવાલો અનુસાર મા ડોંગ સિઓક તરીકે ઓળખાતો ડોન લી સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં વિલનના રોલમાં જોવા મળશે. તેની સાથે પ્રભાસ લીડ રોલમાં છે.

એક્સ પર કોરીયન ડ્રામા અને એન્ટરટેઇનમેન્ટ કોમ્યુનિટી મુકો પર મંગળવારે ડોનની ઇન્ડિયન સિનેમામાં એન્ટ્રીની વાત કરવામાં આવી છે. તેમાં લખાયેલી કોરીયન ટ્‌વીટના અનુવાદ મુજબ, ‘સ્પિરિટ નામની આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા ડિરેક્ટ કરશે, જેમાં બાહુબલી માટે જાણીતો સ્ટાર પ્રભાસ છે, આ એક અંધારી આલમની ડિટેક્ટિવ ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. એવી જાણકારી મળી છે કે મા ડોંગ સિઓકનો રોલ આ ફિલ્મમાં એક એવું પાત્ર છે જે પ્રભાસની વિરુદ્ધમાં જોવા મળશે.’

આ અહેવાલો મુજબ, ડોને તાજેતરમાં તેની ભારતની મુલાકાતની પોસ્ટ કરી હતી ત્યારે તે આ ફિલ્મ માટે જ આવ્યો હતો. ‘તાજેતરમાં, મા ડોંગ સિઓકે ઇન્સ્ટાગ્રામ અને અન્ય કેટલાક પ્લેટફર્મ પર કેટલીક પોસ્ટ કરી હતી, તેમાં તે ભારત માટેની ફ્લાઇટમાં ચડતો પણ દેખાયો હતો અને તેના પરથી ખ્યાલ આવે છે કે તે મુલાકાત આ ફિલ્મ માટે જ હતી.’આ અહેવોલમાં સંદીપ રેડ્ડી વાંગાને ભારતના તાજેતરના સૌથી વધુ વિવાદાસ્પદ ડિરેક્ટરમાંના એક ગણાવાયા છે, સાથે તેમાં વાંગાની ફિલ્મ ‘એનિમલ’ અને ‘અર્જૂન રેડ્ડી’ની પણ નોંધ લેવાઈ છે.

અહેવાલોમાં એવું પણ લખાયું છે કે વાંગાની ડોન સાથેની ફિલ્મ કોરિયામાં રિલીઝ થશે કે નહીં કે હજુ ખ્યાલ નથી પરંતુ ફિલ્મની ટીમે પણ હજુ સુધી ડોન લીના કાસ્ટિંગ વિશે કોઈ જાહેરાત કરી નથી.સ્પિરિટ એક પોલિસ આઘારીત એક્શન ડ્રામા હોવાની ચર્ચા છે, જેમાં પ્રભાસ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી, પ્રકાશ રાજ અને વિવેક અગ્નિહોત્રી પણ મહત્વના રોલમાં છે. અગાઉ પ્રભાસના જન્મ દિવસે વાંગાએ ફિલ્મની એક સાઉન્ડ સ્ટોપી શેર કરી હતી, તેનાથી ફૅન્સને ફિલ્મની પહેલી ઝલક મળી હતી. તેમાં પ્રભાસનો અવાજ સંભળતો હતો, તેમાંથી ફિલ્મની વાર્તા અને પ્લોટ વિશે થોડી માહિતી પણ મળી હતી. આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.