રશિયાએ સમુદ્રમાં ઉંડે સુધી પ્રહાર કરતા અણુશસ્ત્રોનું પ્રદર્શન કરતા અમેરિકા ચોંકી ઉઠ્યું
વિશ્વમાં ફરી અણુશસ્ત્ર દૌટ શરૂ થવાનો સંકેત : રશિયા – ચીનના આધુનિક બની રહેલા અણુ કાર્યક્રમ પર દોષ ઢોળતા અમેરિકી પ્રમુખ : મારી પાસે વિકલ્પ નથી
વોશિંગ્ટન : યુક્રેન યુદ્ધના પગલે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધેલા તનાવ અને યુરોપમાં પણ ફફડાટની સ્થિતિ વચ્ચે રશિયાએ અગાઉ શસ્ત્ર નિયંત્રણ સંધીઓથી પોતાને પાછા ખેચીને જે રીતે એક બાદ એક વધુ આધુનિક અને સંહારક ઘાતક- અણુમિસાઈલ ટોવીંડોના પરિક્ષણ શરૂ કરી દુનિયાના કોઈપણ ખુણા સુધી તેની પહોચ છે.
તે સંદેશ આપતા જ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 30 વર્ષ જૂનો અણુ પરિક્ષણ પ્રતિબંધ દુર કરે દેશના સભ્યને રશિયાને જવાબ આપી શકાય તેવા આધુનિક અણુશસ્ત્રોના નિર્માણનો આદેશ આપ્યો છે.
Russia has successfully tested its nuclear-powered Burevestnik cruise missile: Putin announces successful test of Russia’s 9M730 Burevestnik (SSC-X-9 “Skyfall”), a nuclear-powered, nuclear-capable intercontinental cruise missile said to have unlimited range and the ability to evade all missile defense systems. According to reports, the missile flew over 14,000 km in 15 hours, showcasing what Russia calls a game-changing leap in strategic deterrence.
ટ્રમ્પનો આદેશ એ સમયે આવ્યો છે જયારે તેઓ આજે દક્ષિણ કોરિયાના એશિયા પેસેફીક કોઓપરેશનની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગને મળી રહ્યા છે. ચીને પણ હાલમાં કેટલાક આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કર્યુ છે તે સૂચક છે.
તાજેતરના તનાવ વચ્ચે અમેરિકાની નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંકની જાહેરાત કરતા શ્રી ટ્રમ્પે તેમના સોશ્યલ મીડીયા હેન્ડલ-ટુથ સોશ્યલ પર તાત્કાલીક રીતે અણુ પરિક્ષણ પરનો અંકુશ દુર કરવાની જાહેરાત કરતા લખ્યુ કે કારણ કે અન્ય દેશો તેના પરિક્ષણ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યા છે.
તે સમયે તે ડિપાર્ટમેન્ટ ઓફ વોર (સંરક્ષણ વિભાગ)ને સમાનતાના ધોરણે અણુ પરિક્ષણ કાર્યક્રમ શરૂ કરવા આદેશ આપ્યા છે અને આ પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે રશિયા અને ચાઈના તેના અણુ કાર્યક્રમને આગળ વધારી અપડેટ કરી રહ્યા છે અને અમેરિકા જયારે `થંભી’ ગયું છે.
તે સમયે બન્ને દેશો તેમની પરિક્ષણ ક્ષમતા વધારી રહ્યા છે. તેઓએ નામ સાથે કહ્યું કે અમેરિકા બાદ રશિયા બીજા ક્રમે છે પણ ત્રીજા ક્રમે રહેવું ચીન પાંચ વર્ષમાં સમકક્ષ બનવા માંગે છે.
તેઓએ દાવો કર્યો કે, અમેરિકી અણુશસ્ત્ર તાકાતને પુરી રીતે આધુનિક અને ક્ષમતાપૂર્ણ કરવા એ પ્રથમ ટર્મ સમયે જ જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે હું જાણુ છું કે આ અત્યંત વિધ્વંશક છે અને હું તેને ધિકકારુ છું પણ મારા માટે વિકલ્પ રહેતો નથી.
1992 બાદ અમેરિકાએ જમીન પર કોઈ અણુ પરિક્ષણ કર્યા નથી. ફકત કોમ્પ્યુટર સિમ્યુલેટર પર જ પ્રયોગ કરે છે જે તેના અણુક્ષમતાની સલામતી અને ભરોસાપાત્રતા જાળવી રાખવાનો આશય છે અને સ્વેચ્છીક રીતે પ્રતિબંધ સ્વીકાર્યા છે.
હવે ટ્રમ્પે આદેશ આપતા જ ખાસ કરીને અમેરિકા-રશિયા-ચીન વચ્ચે નવી અણુશસ્ત્ર દૌટ શરૂ થશે અને વિશ્વના ભારત સહિતના દેશોને તેમાં જોડાવું પડી શકે છે.
રશિયાના ક્રુઝ મિસાઈલ-ટોર્પીડો પરિક્ષણ અને ચીનના અણુકાર્યક્રમે ટ્રમ્પને ઉશ્કેર્યા
નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં અણુપરિક્ષણ ફરી શરૂ કરવા આપેલા આદેશમાં એક તરફ રશિયાએ બે દિવસ પુર્વે પોસાડાઈન ટોર્પીડો જે પૂર્ણ રીતે અણુ સંચાલીત છે અને ભારે અણુશ વહન કરી શકે છે તે મોટી ભૂમિકા ભજવી ગયો જે સમુદ્ર માર્ગ અમેરિકાને હીટ કરવા સક્ષમ છે.
તો તે અગાઉ રશિયાએ બુરેવેસ્ટનિક મિસાઈલનું પરિક્ષણ કર્યુ હતું જે જમીનથી ફકત 100 મીટર ઉપર ઉડીને લાંબા અંતરે ટાર્ગેટને હીટ કરે છે તથા તે પણ અણુશ વહન કરી શકે છે.
તો બીજી તરફ ચીને તેના અણુશોને પાંચ વર્ષમાં અમેરિકા-રશિયા સમકક્ષ લઈ જવા જે આયોજન કર્યુ તે અમેરિકાને માટે જોખમ બની ગયુ છે અને હવે આગામી એક-બે દિવસમાં જ અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ વોર તેના કાર્યક્રમની જાહેરાત કરશે.
