Western Times News

Gujarati News

રોહિત આર્યાએ બાળકોને બંધક શા માટે બનાવ્યા તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી.

મુંબઈમાં ૧૭ બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત -સ્ટૂડિયોમાં રોહિતે ઓડિશન માટે બોલાવીને બંધક બનેલા બાળકો પહેલા માળે કાચમાંથી ડોકિયું કરતાં નજરે પડ્યા હતા

(એજન્સી)મુંબઈ, મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આર.એ. સ્ટૂડિયોમાં ૧૭ બાળકોને બંધક બનાવનારા કિડનેપર રોહિત આર્યાનું મોત થઈ ગયું છે. પોલીસની જવાબી કાર્યવાહી દરમિયાન ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી, જ્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન રોહિત આર્યાને મૃત જાહેર કર્યો. પોલીસે હવે ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે અને ઓપરેશનનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, મૃતક રોહિત આર્યાએ ૧૭ બાળકોને બંધક બનાવ્યા હતા. આ તમામ બાળકોને સ્ટૂડિયોમાં રોહિતે ઓડિશન માટે બોલાવીને બંધક બનાવી લીધા હતા. બંધક બનેલા બાળકો પહેલા માળે કાચમાંથી બાળકો બહાર ડોકિયું કરતાં નજરે પડ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક સક્રીય થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જાણવા મળ્યું છે કે બાળકોને બંધક બનાવનાર રોહિત આ જ સ્ટુડિયોમાં કામ કરતો હતો. તેમજ એક ચેનલ પણ ચલાવતો હતો અને છેલ્લા ચાર-પાંચ દિવસથી તે અહીં ઓડિશન કરાવી રહ્યો હતો.

Pune, Maharashtra: On Powai (Mumbai) children hostage incident, Shiv Sena (UBT) leader Suraj Lokhande says, “Rohit Arya (accused, now deceased) had a project ‘Meri Shala, Sundar Shala’. 

આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, બધા બાળકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. બધા બાળકો સુરક્ષિત છે અને તેમને તેમના વાલીઓને સોંપી દેવામાં આવ્યા છે. વેરિફિકેશન પછી અન્ય માહિતી જલદીથી શેર કરવામાં આવશે. પોલીસે હાલ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સાથે ઓપરેશનનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે.

કિડનેપર રોહિત આર્યાએ આ દરમિયાન એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો, જેમાં તે પોતે બાળકોનું અપહરણ કરનાર હોવાનું કબૂલીને કહ્યું હતું કે, આ કૃત્ય એક યોજનાનો ભાગ હતું. રોહિતનો દાવો હતો કે કેટલાક લોકો સાથે વાતચીત કરાવવા માટે તેણે બાળકોને બંધક બનાવ્યા હતા.

આરોપીએ કહ્યું હતું કે, ન તો હું આતંકવાદી છું, ન તો મારી પૈસાની કોઈ માંગણી છે. મારે અમુક સવાલો કરવાના છે અને આ જ કારણોસર મેં અમુક બાળકોને બંધક બનાવ્યા છે. મેં આ બાળકોને એક યોજના હેઠળ જ બંધક બનાવ્યા છે. આ વિચારપૂર્વકનું પગલું છે. હું બાળકોને બંધક બનાવવા જઈ રહ્યો છું. જો હું જીવતો રહ્યો તો ચોક્કસ કરીશ અને જો મરી ગયો તો કોઈ બીજું કરશે, પણ આ થશે જરૂર.

આરોપીએ વધુમાં કહ્યું હતું કે, જો તમારી તરફથી જરા પણ ખોટું પગલું ભરવામાં આવ્યું, તો હું આખી જગ્યાને આગ લગાવી દઈશ અને પછી હું મરી જઈશ. હું મરું કે ન મરું, બાળકો વગર કારણે હર્ટ થશે અને આઘાતગ્રસ્ત થશે. તેનો જવાબદાર હું નહીં હોઉં. તેનો જવાબદાર તે લોકો હશે, જેઓ વગર કારણે મને ઉશ્કેરી રહ્યા છે, જ્યારે હું માત્ર વાત કરવા માગુ છું.

માહિતી મુજબ, આજે(૩૦ ઓક્ટોબર) સવારે જ્યારે લગભગ ૧૦૦ બાળકો ઓડિશન માટે પહોંચ્યા હતા, ત્યારે તેણે લગભગ ૮૦ બાળકોને જવા દીધા હતા, પરંતુ ૧૫થી ૨૦ બાળકોને અંદર જ રોકી લેવામાં આવ્યા હતા. રોહિતે બાળકોને બંધક શા માટે બનાવ્યા તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. પોલીસ સતત તેની સાથે વાતચીતનો પ્રયાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.