Western Times News

Gujarati News

SMCની સબજ્યુડિશ મેટર છતાં પ્રમોશનના ૮૧ ઓર્ડર થતાં હાઈકોર્ટ લાલઘૂમ

સુરત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૮૧ જેટલા પ્રમોશન ઓર્ડર જારી કરી દેવાતા સુરત મનપા સત્તાવાળાઓનો હાઈકોર્ટે જોરદાર ઉધડો લઈ નાંખ્યો હતો.

ન્યાયિક પ્રક્રિયાની ઉપરવટ જઈને કેવી રીતે પ્રમોશન ઓર્ડર કરી શકે ? હાઈકોર્ટ

અમદાવાદ, સુરત મનપામાં સેનેટરી સબ ઈન્સ્પેકટરના પ્રમોશન અંગેના રૂલ્સમાં મનસ્વી ફેરફાર કરવાના સુરત મનપાના વિવાદિત નિર્ણયને પડકારતી રિટ અરજી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ થઈ છે. જેની સુનાવણી જસ્ટિસ નિખિલ એસ.કેરીયલ સમક્ષ થતાં સુરત મનપા તરફથી આ મામલામં જરૂરી સૂચના મેળવવાનું કહીને તારીખ મેળવવામાં આવી હતી

પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે મેયર હાઈકોર્ટમાં સબજ્યુડિશિયલ હોવા છતાં અને ખુદ સુરત મનપાના વકીલ દ્વારા જરૂરી ઈન્સ્ટ્રકશન મેળવાવની હૈયાધારણ અદાલતને અપાઈ હોવા છતાં સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૮૧ જેટલા પ્રમોશન ઓર્ડર જારી કરી દેવાતા સુરત મનપા સત્તાવાળાઓનો હાઈકોર્ટે જોરદાર ઉધડો લઈ નાંખ્યો હતો.

જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે આ મામલામાં સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ શિવાચ (આઈએએસ)ને તા.૧૦મી નવેમ્બરે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા અને સમગ્ર મામલે ખુલાસો કરવા ફરમાન કર્યું છે.

જસ્ટિસ નિખિલ એસ.કેરિયલે સુરત મનપા સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લઈ માર્મિક ટીકા કરતાં જણાવ્યું હતું કે, જ્યારે કેસની સુનાવણી આ કોર્ટ સમક્ષ પેન્ડીંગ છે અને ખુદ સુરત મનપા દ્વારા જરૂરી સૂચના મેળવવાના ઓઠા હેઠળ મુદ્દત માંગવામાં આવે છે ત્યારે તે અદાલતની ન્યાયિક પ્રક્રિયાની ઉપરવટ જઈને કેવી રીતે પ્રમોશન ઓર્ડર જારી કરી શકે…?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.