અંબાજી મંદિરની આસપાસ ભિક્ષુકોનો ત્રાસઃ યુવતીની છેડતી કરી
 
        અંબાજીમાં ભિક્ષુકે યુવતીની છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો
પાલનપુર, યાત્રાધામ અંબાજી ખાતે ભિક્ષુકોની સંખ્યા દિન- પ્રતિદિન વધતી જઈ રહી છે અને તેમાં ખાસ કરી અંબાજી મંદિરના ગેટ નંબર સાત સામે ટોળા જોવા મળતા હોય છે અને તેમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે અને તેઓ યાત્રિકોનો પીછો કરી લાંબે સુધી તેમનો પીછો મુકતા નથી. જયાં સુધી એ ભીખ ન આપે ત્યાં સુધી તેમની પાછળ જઈને તેમને હેરાન- પરેશાન કરી નાખતા હોય છે.
ત્યારે એક ઘટના સામે બનવા પામી છે. અંબાજી મંદિરના દર્શન પથ બાજુ ભિક્ષુક મદારીના વેશમાં ભીખ માંગવાની પ્રવૃતિ કરે છે જે ભીખ માગવાનું કામ કરતો હોય છે તે કથિત યુવતીની છેડતી કરવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે ને આ છેડતીની ઘટના બનતા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો અને યુવતી પાસે માફી મંગાવી અને જવા દીધો હતો.
જોકે આ ભિક્ષુકે યુવતીના ખભા ઉપર હાથ નાંખ્યા હોવાની ચેષ્ટા કરી હોવાની ઘટના વાયરલ વીડિયોમાં સામે આવી હતી અને તેનો વિડીયો વાયરલ થયો હતો. અંબાજી મંદિરના ગેટ નંબર સાત સામે જે ટોળાઓ બની અને ભિક્ષાવૃતિ કરતી મહિલાઓ જે છે તેઓ યાત્રિકોનો પીછો કરી અને ભીખ ન આપે ત્યાં સુધી હેરાન- પરેશાન કરે છે. મંદિર ગેટ નંબર સાતની સામે કે જે ટોળા બનીને ઉભા રહેતા ભિક્ષુકો છે તેમને ૧૦૦ મીટર દુર મુકવા જોઈએ કે જેથી મંદિરમાંથી બહાર આવતા યાત્રીકો હેરાન પરેશાન ન થાય.

 
                 
                 
                