Western Times News

Gujarati News

સ્વદેશી અપનાવી હર ઘર સ્વદેશી ..ઘર ઘર સ્વદેશીનો સંકલ્પ સાકાર કરવા કટિબદ્ધ બનીએઃ પ્રભુદાસ પટેલ

આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત -માલપુરમાં જિલ્લા પંચાયત સીટના કાર્યકરોનો સ્નેહ મિલન સમારોહ પ્રભુદાસ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) માલપુર ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત માલપુરમાં જિલ્લા પંચાયત સીટના કાર્યકરોનો સ્નેહ મિલન સમારોહ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

સમારોહના વક્તા તરીકે પટેલે આત્મનિર્ભર ભારત અભિયાન સંદર્ભે કોરોના કાળથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના રસીથી જ શરૂ કરો આત્મનિર્ભર ભારતના શ્રીગણેશ કર્યા હતા આજે આ અભિયાનની દેશના રાજ્યોમાં જિલ્લાઓમાં અને ઘરે ઘર પહોંચાડવા કાર્યકરો કૃતનિશ્ચયી બન્યા છે તેમણે કહ્યું કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એટલે કે આપણે પોતાનાથી જે સ્વદેશી અપનાવી હર ઘર સ્વદેશી ..ઘર ઘર સ્વદેશીનો સંકલ્પ સાકાર કરવા કટિબદ્ધ બનીએ એમ જણાવ્યું હતું.

પટેલે વિસ્તૃત ચર્ચા કરતા જણાવ્યું કે આ અભિયાન દ્વારા ગ્રામીણ વિકાસ,ખેતી સ્વાસ્થ્ય,શિક્ષણ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે લોકોને પોતાની જાત પર વિશ્વાસ રાખવા અને ઉદ્યોગશીલ બનવા પ્રેરણા મળી રહી છે .મહિલા ઉધોગકારો અને યુવાનો માટે પણ નવી તકો ઊભી થઈ રહી છે એમ ઉદાહરણો સાથે જણાવ્યું હતું

વધુમાં સમારોહના વક્તા પ્રભુદાસ પટેલે કહ્યું કે આત્મનિર્ભરનો અર્થ છે કે દેશ પોતાની જરૂરિયાત માટે બહારના દેશો ઉપર ઓછી નિર્ભરતા રાખે અને સ્થાનિક સ્તરે તેની નિર્માણ થાય આ માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા છે.

આ સમારોહમાં અરવલ્લી જિલ્લા ભાજપાના પૂર્વ ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ , માલપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ ,મહામંત્રી મુકેશસિંહજી રાઠોડ, હીરાભાઈ તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્‌યા,પૂર્વ પ્રમુખ સંજયભાઈ પટેલ માલપુર જિલ્લા પંચાયત સભ્ય રાજનભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય વલ્લભભાઈ પટેલ,એટીવીટી સભ્ય પ્રવીણભાઈ પૂર્વ સરપંચ પૂર્વ મહામંત્રી શરદભાઈ,પૂર્વ સંગઠન પ્રમુખ રમણભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને સમરીશ પંડ્‌યા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.