અનિલ અંબાણીને ૧૦૦ મિલિયન ડોલર જમા કરાવવા બ્રિટનની કોર્ટેનો આદેશ
નવીદિલ્હી, બ્રિટનની એક કોર્ટે શુક્રવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિત અંબાણીને એક કેસમાં જમા રકમના રૂમાં છ સપ્તાહની અંદર ૧૦૦ મિલિયન ડોલર જમા કરાવવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, ત્રણ ચીની બેન્ક ડિફોલ્ટ કર્જ તરીકે સેંકડો મિલિયન ડોલરોની માગ કરી રહી છે. મહત્વનું છે કે અંબાણીના વકીલોએ પહેલા કહ્યું હતું કે, તેની પાસે જમા રકમની ચુકવણી કરવા માટે પૈસા નથી.
અનિલ અંબાણીના વકીલે બ્રિટનની કોર્ટને કહ્યું કે, અનિલ અંબાણી ક્યારેક ધનવાન હતા, પરંતુ હવે નથી. ચીનની એક અગ્રણી બેન્ક દ્વારા ૬૮ કરોડ ડોલર (આશરે ૪.૭ હજાર કરોડ રૂપિયા)ના દાવા પર સુનાવણી દરમિયાન વકીલે કોર્ટને જણાવ્યું કે, ભારતના ટેલીકોમ માર્કેટમાં ઉથલ-પાછળને કારણે અનિલ અંબાણીએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
ફેબ્રુઆરી, ૨૦૧૨ના ૯૨.૫૦ કરોડ ડોલરની લોન પર ગેરંટી લઈને ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના લિમિટેડે ખુદ, ચાઇના ડેવલોપમેન્ટ અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઇના તરફથી અનિલ અંબાણી પર કેસ કરવામાં આવ્યો છે.
પરંતુ અંબાણીએ આવી કોઈ ગેરંટી આપવાની કાયદેસરતાથી ઇનકાર કરી દીધો છે. આ સમયે અનિલ અંબાણીના કાયદાકીય સલાહકાર તેમની નેટવર્થ શૂન્ય સાબિત કરવામાં લાગેલા છે. અંબાણીના વકીલ રોબર્ટ હોવે કોર્ટને કહ્યું કે, હવે અંબાણીની નેટવર્થ શૂન્ય છે.
પાછલા વર્ષે લંડનની હાઈકોર્ટના કોમર્શિયલ ડિવીઝને અનિલ અંબાણી વિરુદ્ધ શરતી નિર્ણય આપ્યો હતો. આ સમયે અનિલ અંબાણીના કાયદાકીય સલાહકાર તેની નેટવર્થ શૂન્ય છે તેમ જણાવી રહ્યાં છે. અંબાણીના વકીલે કોર્ટને કહ્યું કે, વર્ષ ૨૦૧૨માં તેમનું રોકાણ ૭૦૦ કરોડ ડોલર હતું. તે હવે ઘટીને ૮.૯ કરોડ ડોલર રહી ગયું છે.