અગત્સ્યની ‘ઇક્કિસ’નું ટ્રેલર જોઈને નાના અમિતાભ ભાવુક થયા
ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે
અગત્સ્ય નંદા ફિલ્મમાં દેશના સૌથી નાની ઉમરના પરમ વીર ચક્ર પુરસ્કૃત સેકન્ડ સેફ્ટન્ટ અરુણ ખેતરપાલનો રોલ કરતો જોવા મળશે
મુંબઈ, અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદાની ફિલ્મ ‘ઇક્કિસ’નું ટ્રેલર લોંચ થયું છે, તે જોઈ તેના નાના અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા છે, તેમણે એક ભાવુક પોસ્ટ લખી છે. પોતાના બ્લોગમાં અમિતાભ બચ્ચને લખ્યું છે કે, પહેલાં અગત્સ્ય નાનો હતો તો મારી દાઢી સાથે રમતો હતો અને હવે તે “થિએટરમાં દુનિયાભરમાં રમશે.” તેમણે અમિતાભને શુભેચ્છાઓ પણ આપી કે, “તું પરિવારને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ. ”અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું, “અગત્સ્ય! તું જન્મ્યો કે તરત જ મેં તને મારા હાથમાં ઉઠાવી લીધો હતો…
થોડા મહિનાઓ પછી ફરી મેં તને હાથમાં લીધો અને તારી નાજુક આંગળીઓ મારી દાઢીથી રમવા ઉપર પહોંચી જતી હતી. આજે હવે તું દુનિયા ભરના થિએટરમાં રમીશ…”આગળ તેમણે લખ્યું, “તું ખાસ છે..તારા માટે મારી બધી જ પ્રાર્થનાઓ અને આશીર્વાદ..તું તારા કામથી ચમકે અને પરિવાર માટે ગૌરવ લઇને આવે.”શ્રી રામ રાઘવનની યુદ્ધ આધારીત ફિલ્મ ‘ઇક્કિસ’નું ટ્રેલર બુધવારે લોંચ થયું છે અને અગત્સ્ય નંદા તેમાં દેશના સૌથી નાની ઉમરના પરમ વીર ચક્ર પુરસ્કૃત સેકન્ડ સેફ્ટન્ટ અરુણ ખેતરપાલનો રોલ કરે છે.
તેમણે માત્ર ૨૧ વર્ષની ઉંમરે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો. આ ટ્રેલરમાં આ યોદ્ધાના જીવનની ઝલક જોવા મળે છે, જેમાં તેમના નેશનલ ડિફેન્સ એકેડેમીના દિવસોથી લઇને તેમના દેશ માટેની દૃઢ નિશ્ચય અને હિંમતની વાત કરવામાં આવી છે. નિશ્ચયી અરુણનો રોલ કરતો અગત્સ્ય પોતાની રેજિમેન્ટ માટે પરમ વીર ચક્ર મેળવવાની પ્રતિજ્ઞા લે છે.
આગળ ટ્રેલરમાં અરુણની એનડીએમાં સઘન તાલીમ જોવા મળે છે, ત્યાર પછી તે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જોડાય છે. આ ટ્રેલરની સાથે ફિલ્મમાં અગત્સ્ય અને સિમર ભાટીયા વચ્ચેની લવ સ્ટોરી પણ દર્શાવાઈ છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અરુણ ખેતરપાલના પિતાના રોલમાં જોવા મળશે જ્યારે જયદીપ આહલાવત પણ એક આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દિનેશ વિજાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.SS1
