SoU ખાતે પરેડમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી સબળ નેતૃત્વ સંભાળ્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરાયું
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અવસરે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી સબળ નેતૃત્વ સંભાળ્યું હતું.
આ પેરેડમાં વિવિધ દળો અને બેન્ડોએ ભાગ લીધો હતો. જેમાં સીમા સુરક્ષા બળ (BSF) અને BSF બેન્ડ, આઈટીબીપી (ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ),સીઆઈએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ) અને CISF બેન્ડ,આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, ત્રિપુરા વગેરે રાજ્યોની પોલીસ ટુકડીઓ, સીઆરપીએફ બેન્ડ,

એસએસબી બેન્ડ, દિલ્લી પોલીસ બેન્ડ, એનસીસી ફૂટ કન્ટીજન્ટ, માઉન્ટેડ કન્ટીજન્ટ (શ્વાન અને અશ્વ દળ), કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડ, તથા ક્લિનિંગ મશીન કન્ટીજન્ટ આ દળોએ રાષ્ટ્રીય એકતા, શાંતિ, શિસ્ત અને મહિલા સશક્તિકરણનો પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું. જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ દળોને સલામી આપી હતી.
