Western Times News

Gujarati News

વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા

વીમાના નામે છેતરપિંડી કરવાની મોડ્‌સ ઓપરેન્ડી સામે આવી

વીમા કંપનીઓ પાસેથી વિગતો મેળવીને ચોક્કસ ગેંગ દ્વારા ખાસ સિનિયર સીટીઝનને ટારગેટ કરાઇછેઃટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ

અમદાવાદ,ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા હવે વીમા કંપનીના નામે કોલ કરીને ક્લેઇમના ઉંચા વળતર સાથે પરત અપાવવાનું કહીને સિનિયર સિટીઝનોને ટારગેટ કરવામાં આવતી હોવાની નવી મોડ્‌સ ઓપરન્ડી સામે આવી છે. અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝનના વીમા પોલીસીની વિગતો મોકલીને તેમને નાણાં અપાવવાનું કહીને ૬૬ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.

શહેરના રાણીપમાં આવેલી આશાદીપ સોસાયટીમાં રહેતા ચંદુભાઇ પટેલને વર્ષ ૨૦૨૩માં કોલ આવ્યો હતો. જેમાં કોલરે બજાજ એલાયન્સ નામની કંપનીમાં વાત કરતો હોવાનું જણાવીને તેમને પોલીસી ઓફર કરી હતી. જે આકર્ષક લાગતા તેમણે અલગ અલગ પોલીસી લીધી હતી. આ માટે તેમણે બેંકમાંથી નાણાં કપાઇ તે માટે ઇસીએસ શરૂ કરાવ્યું હતું. આશરે એક વર્ષ પહેલા તેમને કોલ આવ્યો હતો કે તેમની પોલીસી વીસ વર્ષની છે. પંરતુ, પ્રી-મેચ્યોર કરાવશો તો ૪૪ લાખ રૂપિયા મળશે.

આ માટે તેમણે અલગ અલગ સમયે કુલ ૩૬ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે પૈકીના નાણાં પ્રી-મેચ્યોર રકમ સાથે મળી જશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ, તેમને નાણાં પરત અપાયા નહોતા. અન્ય બનાવમાં સાબરમતીમાં આવેલી મહર્ષી દયાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષીય સીતારામભાઇ શર્માના પુત્રના વોટસએપ નંબર પર સ્ટેટ બેક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર નામે અનીલ ભારદ્વાજ નામના વ્યક્તિએ કોલ કર્યાે હતો. તેણે વોટસએપ પર સીતારામભાઇની બેંક ડીટેઇલ અને રોકાણની વિગતો મોકલી હતી.

જેમાં વીમાના નાણાં પણ હતા. આ નાણાં મેળવવા માટેની પ્રોસેસનું પુછતા તેમને વિવિધ ચાર્જ અને પ્રોસેસના નામે અલગ અલગ સમયે કુલ ૩૧ લાખ રૂપિયાની રકમ લીધી હતી.જેની કામે કરોડોની રકમ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ માટે તેમને બનાવટી દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, બાદમાં સીતારામભાઇને જાણ થઇ હતી કે વીમાની રકમ અપાવવાના નામે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.