Western Times News

Gujarati News

મારી હિન્દુ પત્નીનો ધર્મ પરિવર્તનનો કોઈ ઈરાદો નથી : જે ડી વાન્સ

ભારે વિવાદ વચ્ચે જે ડી વાન્સની સ્પષ્ટતા

ખ્રિસ્તીઓને તેમના પોતાના પર વિશ્વાસ હોય છે અને અમે તેને અન્ય લોકો સાથે શેર કરવા માંગીએ છીએ

મુંબઈ,અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સને યુનિવર્સિટી આૅફ મિસિસિપીમાં ટ‹નગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન એક દક્ષિણ એશિયાઈ મહિલાએ તેમની આસ્થા, પત્ની ઉષા વેન્સ સાથેના આંતર-ધાર્મિક લગ્ન અને ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિઓ વિશે સવાલ કર્યા હતા. આ સંવાદ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મહિલાએ વેન્સને કહ્યું હતું કે, તે તેમની ઘણી વાતો સાથે સહમત નથી.

જોકે, આ દરમિયાન વાન્સના નિવેદનથી પત્ની ઉષાને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવા અંગેનો વિવાદ ઊભો થયો હતો, જેના પર જે ડી વેન્સે બાદમાં સ્પષ્ટતા પણ આપી છે.મહિલાએ જે ડી વાન્સ અને પત્ની ઉષા વાન્સ (જે હિન્દુ પરિવારમાં ઉછરેલા છે) સાથેના આંતર-ધાર્મિક લગ્ન વિશે સવાલ કર્યાે. તેમણે પૂછ્યું કે, ‘ત્રણ બાળકોના ઉછેરમાં તમે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી રહ્યા છો, જેથી બાળકો પિતાના ધર્મને માતાના ધર્મથી શ્રેષ્ઠ ન ગણે?’

પોતાના પરિવાર વિશે પૂછાયેલા આ અંગત સવાલનો જવાબ આપતા વાન્સ કહ્યું, ‘હા, મારી પત્ની ખ્રિસ્તી ધર્મમાં ઉછરી નથી. મને લાગે છે કે તે કહેવું યોગ્ય રહેશે કે તે એક હિન્દુ પરિવારમાં ઉછરી છે, પરંતુ કોઈ વિશેષ ધાર્મિક પરિવારમાં નહીં. જ્યારે હું ઉષાને મળ્યો હતો, ત્યારે અમે બંને નાસ્તિક હતા. અમારી આ સહમતિ આ રીતે બની કે તે મારી સૌથી સારી મિત્ર છે. અમે એકબીજા સાથે આ વિશે વાત કરીએ છીએ. તેથી અમે અમારા બાળકોને ખ્રિસ્તી ધર્મમાં ઉછેરવાનો નિર્ણય કર્યાે છે.’વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક યુનિવર્સિટી કાર્યક્રમમાં વેન્સે કહ્યું હતું કે તેમને આશા છે કે એક દિવસ તેમની પત્ની ખ્રિસ્તી ધર્મ અપનાવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે ઉષા અવારનવાર પરિવાર સાથે ચર્ચમાં જાય છે અને તેમના બાળકોનો ઉછેર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કરવામાં આવી રહ્યો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમની ટીકા કરી હતી અને તેને ઉષાની હિન્દુ ઓળખનું અનાદર ગણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન એક સવાલના જવાબમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છે છે કે તેમની પત્ની પણ ‘ખ્રિસ્તી બને’, તો વાન્સ કહ્યું કે ધર્મ વ્યક્તિગત મામલો છે અને તેનાથી તેમના સંબંધો પર ક્યારેય અસર થઈ નથી.

તેમણે કહ્યું, ‘જો તે ધર્મ પરિવર્તન ન પણ કરે, તો પણ તે તેમનો નિર્ણય છે. ભગવાને દરેકને સ્વતંત્ર ઇચ્છા આપી છે.’વિવાદ પછી વાન્સ લખ્યું, ‘મારી પત્ની ખ્રિસ્તી નથી અને તેમનો ધર્મ બદલવાનો કોઈ ઇરાદો પણ નથી. પરંતુ કોઈપણ આંતર-ધાર્મિક લગ્નની જેમ, હું પણ આશા રાખું છું કે કદાચ એક દિવસ તે મારા દૃષ્ટિકોણથી વસ્તુઓને જુએ.’ તેમણે એ પણ કહ્યું કે તે હંમેશા તેમની પત્નીને પ્રેમ અને સમર્થન આપતા રહેશે. વાન્સ જણાવ્યું કે, ઉષાએ જ તેમને ઘણા વર્ષાે પહેલા ખ્રિસ્તી ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, ‘ખ્રિસ્તીઓને તેમના પોતાના વિશ્વાસ હોય છે અને અમે તેને અન્ય લોકો સાથે શેર કરવા માંગીએ છીએ. આમાં કંઈ ખોટું નથી.’ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.