પાકિસ્તાનની નાપાક હરકત, પૂંછમાં કર્યુ ફાયરીંગ, એક જવાન શહીદ
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફરી એક વાર ફાયરીંગ કર્યુ છે. ભારતીય સેના તરફથી જાહેર કરવામા આવેલા નિવેદન અનુસાર, પાકિસ્તાને શનિવારે બપોરે 3:45એ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને પૂંછમા દેગવાર સેક્ટરમા LoC પર ફાયરીંગ અને મોર્ટારના ગોળા દાગ્યા છે. ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.
આ ફાયરીંગમા ભારતીય સેનાના એક જવાન શહીદ થઈ ગયા તેમજ ત્રણ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સૂત્રો અનુસાર પાકિસ્તાની સેનાએ શનિવારે બપોરે લગભગ 3:45એ પૂંછના દિગવાર સેકટરમા ગોળીબારી શરૂ કરી હતી. પાક સેનાએ આ વિસ્તારની કેટલીક સૈનિક છાવણી અને લોકોના રહેઠાણનો નાશ કર્યો છે. ફાયરીંગ બાદ સેનાએ LoC આસપાસના વિસ્તારો પર એલર્ટ જાહેર કર્યુ છે.