રાષ્ટ્રને જાતિવાદથી મુક્ત કરવા માટે સહાયક શોર્ટ ટેલી ફિલ્મ “ જલતે દિયે “ યુ.એસ. (TIFA)માં વિજેતા
(પ્રતિનિધિ)ભિલોડા, Top indie film Award (TIFA) USAમાં અરવલ્લી જિલ્લામાં બનેલ શોર્ટ ફિલ્મ “ જલતે દિયે “ BEST MASSAGE માટે વિજેતા બની છે. પ્રયોજન સંસ્થાન પ્રસ્તુત શોર્ટ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન અરવલ્લી સામાજીક સમરસતા સમિતિના સંયોજક ચંદ્રકાન્ત પટેલ દ્વારા થયેલ છે. આગામી જાન્યુઆરી ૨૦૨૧માં જાપાનના ટોક્યોમાં TIFA એવોર્ડ સમારોહમાં પણ આ શોર્ટ ફિલ્મનું નોમીનેશન થયું છે. ફિલ્મ દરેક સમાજના લોકોમાં વધી રહેલું અંતર ઘટાડશે અને બધા જ સમાજના લોકો એક મેક બનીને રહે તે માટે સહાયક બનશે.
શોર્ટ ટેલીફિલ્મ બનાવનાર મોડાસાનાચંદ્રકાન્ત પટેલે જણાવ્યું હતું કે આપણો દેશ ઋષિમુનિઓનો દેશ છે કે જેમને મહામૂલા અનેક શાસ્ત્રો આપ્યા છે. સાથે સાથે ભારતીય પરંપરાઓ આપી આજે એ બધી જ પરંપરાઓને વિજ્ઞાન સાથે સંબધ છે. એમાંની એક પરંપરા બહેન ભાઇને રાખડી બાંધે એ રક્ષાબંધનની છે. આ પરંપરા ઋષિમુનિઓએ ફક્ત આપણા પોતાના ઘર સુધી જ સીમિત રાખવાનું નહોતુ કહ્યું. બધા જ હિન્દુ ભાઇ ભાઇ છે તો બહેનો સંકલ્પ કરે કે આવતી રક્ષાબંધન વખતે નાત જાત નો ભેદભાવ ભૂલીને હુ મારા ભાઇ સાથે બીજા બે ભાઇઓને રાખડી બાંધીશ. અને મારા પરિવારમાં બીજા બે પરિવારો ને જોડીશ….દેશ માટે જેને પણ કઇ કરવાની તમન્ના છે એમને સૌથી પહેલા થઇ શકે એવું કામ આ છે. હિન્દુ ધર્મ સિવાયના લોકો એક જ જગ્યાએ કોઇ પણ જાતના ભેદભાવ વગર જો ભેગા થઇ શકતા હોય તો હિન્દુ ધર્મના બધા જ લોકો પણ કોઇ પણ જાતના ભેદભાવ વગર ભેગા થશે દઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ટેલી શોર્ટ ફિલ્મનું ટ્રેલર તા : ૩૧/૧૦/૨૦૧૯ ને સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિના દિવસે રીલીઝ કરાયું હતું અને શોર્ટ ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૨૦ ને બાબા સાહેબ આંબેડકર જયંતિ સુધીમાં બતાવવામાં આવશે