ઝુબિન ગર્ગની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ
ફેન્સ માટે સિંગરનો છેલ્લો સંદેશ
‘યા અલી’ ગીત ગાઈને પ્રખ્યાત થયેલા સિંગર ઝુબિન ગર્ગનું સપ્ટેમ્બરમાં સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ કરતી નિધન થયું હતું
મુંબઈ,‘યા અલી’ ગીત ગાઈને પ્રખ્યાત થયેલા સિંગર ઝુબિન ગર્ગનું સપ્ટેમ્બરમાં સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ કરતી નિધન થયું છે. ઝુબિનના નિધનથી તેમના ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. જ્યારે સિંગરના પાર્થિવ દેહને આસામમાં તેમના શહેરમાં લાવવામાં આવ્યો, ત્યારે તેમની એક ઝલક જોવા માટે વિશાળ જનસાગર ઉમટી પડ્યું હતું. હવે, તેમના મૃત્યુ પછી તેમની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ કરવામાં આવી છે.આસામમાં ઝુબિન ગર્ગની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે, કારણ કે તેમણે ત્યાંની સંસ્કૃતિને દેશભરમાં ફેલાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો, જેના માટે દરેક વ્યક્તિ તેમનો આભાર માને છે.
ઝુબિનના નિધનથી તેમના ચાહકોને સૌથી વધુ દુઃખ થયું અને સમગ્ર પ્રદેશમાં શોકની લહેર છે. હવે તેમની છેલ્લી ફિલ્મ રિલીઝ થતાં, ચાહકો ગુવાહાટીના થિયેટરોમાં મોટી સંખ્યામાં પહોંચીને પોતાના ‘હીરો’ને છેલ્લી વાર જોવાની તક ગુમાવવા નથી માંગતા.આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં પહેલેથી જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઝુબિનની આ ફિલ્મ આસામ સહિત આશરે ૪૬ સ્થળોએ રિલીઝ થઈ છે. આનાથી એવી આશા છે કે આસામ ઉપરાંત દેશભરમાં વસેલા ઝુબિનના ચાહકો તેની આ અંતિમ ફિલ્મ જોવા થિયેટરોમાં ચોક્કસ જશે.
ઝુબિન ગર્ગની ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ થાય તે પહેલાં, સિંગરનો તેમના ચાહકો માટે લખેલો છેલ્લો નોટ (સંદેશ) સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ફિલ્મના મેકર્સે જણાવ્યું કે આ નોટ ઝુબિને સિંગાપોર જતા પહેલાં લખી હતી, જેનો ફોટો તેમની ફિલ્મની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાે છે. આ મેસેજમાં, ઝુબિને પોતાની ભાષામાં ચાહકોને વિનંતી કરી હતી કે, ‘રુકો, થોડું રુકો, મારી નવી ફિલ્મ રોઈ રોઈ બિનાલે આવી રહી છે. જરૂર આવો અને જુઓ. પ્રેમ, ઝુબિન દા.’ઝુબિન ગર્ગનું નિધન ૧૯ સપ્ટેમ્બરના રોજ ૫૨ વર્ષની વયે થયું હતું. ૨૩ સપ્ટેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જ્યાં તેમને રાજકીય સન્માન સાથે ૨૧ તોપોની સલામી આપીને વિદાય આપવામાં આવી. ત્યારબાદ, થોડા દિવસો પછી ૨૯ સપ્ટેમ્બરના રોજ, તેમની અસ્થિઓને બ્રહ્મપુત્ર નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી.ss1
