Western Times News

Gujarati News

ગુજરાતના ખેડૂતોના વ્હારે આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રતિકાત્મક

ગાંધીનગર, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના ખેડૂતોના વ્હારે આવ્યા છે. મોસમી વરસાદ અને પાક નુકશાની અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે Âટ્‌વટ કરીને જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે.

તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.

કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડુતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.- રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.

તેમણે વધુમાં કહ્યું કે, ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે. તો બીજી તરફ, નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રીના ત્વરીત સહાયના નિર્ણયને આવકાર્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ખેડૂતો પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ અને તરત કાર્યરત થવા બદલ મુખ્યમંત્રીનો આભાર. સર્વેની તાત્કાલિક શરૂઆત અને ઝડપથી રાહત આપવાનો નિર્ણય પ્રો-એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.