સેવાલીયા ખાતે હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ રોગ નિદાન કેમ્પનું આયોજન
(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા ખાતે તા:- ૦૯-૦૨-૨૦૨૦ રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી સેવાલીયા સ્ટેશન પ્રાથમીક શાળા ખાતે હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા અને ધીરજ હોસ્પિટલ,વડોદરાના સયુંકત ઉપક્રમે વિવિધ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ધીરજ હોસ્પિટલના સ્પેશ્યાલિસ્ટ અને અનુભવી ડોકટરોની ટિમ દ્વારા શરીરને લગતા તમામ રોગો જેવાકે હાડકા અને ઘૂંટણને લગતા રોગો, ચામડીને લગતા રોગો જેવાકે ખરજવું, દાદર, કાળા ડાઘ, સફેદ ડાઘ, વિગેરે ચામડીને લગતા રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું, તેમજ આંખોને લગતા રોગો, નાક-કાન- ગળાના રોગો તથા માનવ શરીરને લગતા તમામ રોગોની તપાસ અને નિદાન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. ચામડી ને લગતા રોગોની તપાસમાં ૮૫, જેમાં હાડકાં અને ઘૂંટણને લગતા રોગોની તપાસ માં ૯૬ , અને નાક,કાન, ગળાના રોગોની તપાસમાં ૨૫, આંખોની તપાસમાં ૧૫૯, જ્યારે મેડિસિન (જનરલ ફિજીશિયન) માં ૨૮ લોકોએ લાભ લીધો હતો