ખેડૂતોને થયેલ નુકસાનીનું વહેલી તકે વળતર ચૂકવવા ભાજપની માંગણી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા. ખેડૂતોને થયેલ નુકશાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકારો પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા.
કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકશાન બાબતે મુખ્યમંત્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર અને તલાટી,ગ્રામસેવકોને સૂચના આપવાના આવી છે.
ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકશાન થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની ઓળખે ઉભી છે.જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના સાંસદ, ધારાસભ્ય શ્રી અને જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડે પગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઉભા થતા હોય,ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ૩ દિવસમાં કામકાજ પુરુ થાય
અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંતજ મોકલવામાં આવે, તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી હતી.જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા.જેથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.
તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, મંત્રી જીગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત મોટી સંખ્યામાં પત્ર હાજરી આપી હતી.
