Western Times News

Gujarati News

ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે: ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ માટે ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

                                                       ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

:મુખ્યમંત્રીશ્રી:

Ø  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે.

Ø  સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ પર ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ અને નિયમિત ફોલોઅપ તથા ચોકસાઈ સાથે કાર્યો પૂરા કરવાના દિશાનિર્દેશો.

Ahmedabad,  ઇન્ફોર્મેશન ટેકનોલોજીરેલવે તથા માહિતી પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

       આ સંદર્ભમાં તેમણે કહ્યું કેદેશના વિકાસ માટે ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન અત્યંત મહત્વના છે અને વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આ ક્ષેત્રો ખુબ ઝડપી અને સારી પ્રગતિ કરી રહ્યા છે.

       મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીસાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

       તેમણે ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન ટાટામાઈક્રોન અને સીજી સેમિકોન જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળીપાણીલોજિસ્ટિક્સ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલરોડ એન્ડ એર કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી.

       મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કેભારતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ કરવા અગાઉ અનેક પ્રયત્ન થયા હતા પરંતુ હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાસન દાયિત્વ સંભાળતા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ભારતમાં કાર્યરત થવા જઈ રહ્યા છે. લોકોને વિશ્વાસ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે.

       મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેગુજરાત સેમિકોન હબ તરીકે લીડ લે તેવું જે વાતાવરણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ઉભુ થયું છે તેને જાળવી રાખીને સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગો સંકલન કેળવીને આગળ વધે તે જરૂરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ નિયમિત ફોલોઅપ બેઠક યોજવા અને સમયસર ચોકસાઈ સાથે બધા કાર્યો પૂરા કરવાની તાકીદ કરી હતી.

       કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કેદેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છે અને ધોલેરાનો વિશેષ ઉલ્લેખ સેમિકોન ઈન્ડસ્ટ્રી સંદર્ભે થાય છે.

       આવા સંજોગોમાં ભારતમાં પહેલી સેમિકન્ડક્ટર ચીપ ફુલ્લી ફંકશનલ કરવા માટેના નિર્ધારિત સમય દરમિયાન જ તે કાર્યરત થાય તેની મોટી જવાબદારી કેન્દ્ર-રાજ્ય સરકારે નિભાવવાની છે.

       મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ બેઠકમાં 10 જેટલા ક્રિટિકલ પ્રોજેક્ટ્સની વિગતો મેળવીને તેને સ્પર્શતી બાબતો માટે રેગ્યુલર ફોલોઅપ મીટીંગ થાય તેવા દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કેકેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સેમિકન્ડક્ટર ઉદ્યોગોને જરૂરી મદદ માટે 24X7 ઉપલબ્ધ છે.

       આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાકેન્દ્ર-રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો તથા ટાટાસેમિકોનસીજી અને માઇક્રોનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.