Western Times News

Gujarati News

ભરૂચ રેલવે ટ્રેક પાસે હુસેનિયા નજીક ઝૂંપડાઓમાં આગ લાગતા ૧૫થી વધુ ઝુંપડા બળીને ખાખ

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હુસેનિયા સોસાયટી નજીક રેલવે ટ્રેકને અડીને આવેલ ઝૂંપડપટ્ટીમાં આગની હોનારત સર્જાઈ હતી. આકસ્મિક આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી ગઇ હતી. આગની ઝપેટમાં ૧૫ થી વધુ ઝુંપડા બળી ને ખાખ થઈ ગયા હતા. આગ નજીક આવેલ રેલવે ટ્રેક ઉપરથી પેસેન્જર ટ્રેન તથા ગુડ્‌સ ટ્રેનનો પણ પસાર થતી હોય છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસૈન યા સોસાયટી નજીક ની રેલવે ટ્રેકને અડીને આવેલ ૫૦થી વધુ લોકોની ઝુપડપટ્ટીમાં એક મકાન માં જમવાનું બનાવતી વેળા સળગતા ચૂલા નીઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ઝુપડપટ્ટીમાં આગ ભભૂકી ઉઠી હતીજો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના રહીશોમાં નાસભાગ મચી જવા પામ્યો હતો તો કેટલાક લોકોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ આગ કાબુ માં લેવાય ન હતી.

જોકે અંતે ભરૂચ ફાયર ફાઈટર ને જાણ કરાતા ૨ લાસ્કરોએ સ્થળ પર ધસી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આકસ્મિક આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પુનઃ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનમાં ૧૫થી વધુ ઝુંપડા બળી જતા બેઘર અને નિસહાય બનેલા ઝૂંપડવાસીઓની સ્થિતિ દયનિય બની ગઈ છે. જોકે ઝૂંપડપટ્ટીના લોકોની ઘરવખરી પણ બળીને ખાખ થઈ જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રેલવે ટ્રેકને ઓડી ને ૫૦થી વધુ ઝુપડાઓમાં લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ એકા એક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી જવા પામ્યો હતો જોકે આગ ની ઘટના દરમિયાન રેલવે ટ્રેક ઉપરથી પેસેન્જર ટ્રેન કે ગુડ્‌સ ટ્રેન પસાર થતા મોટી હોનારત પડી હતી.

ઝૂંપડપટ્ટીમાં આગ ની ઘટના બનતા કેટલાક લોકો બૂમાબૂમથી પોતાનો જીવ બચાવી ઝૂપડામાં થી ભાગવા મજબૂર બન્યા હતા જોકે સ્થાનિકોએ પણ આ ઝૂપડપટ્ટી ના લોકોને સુરક્ષિત રીતે ખસેડવાની મથામણ કરી હતી. ઝુપડપટ્ટીમાં આગના પગલે લોકો જીવ બચાવી ભાગ્યા ઝુપડપટ્ટીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઝૂપડપટ્ટી ના રહીશોએ બુમાબુમ કરી મુકી હતી જે પોતાના ઝૂંપડામાં ઊંઘતા લોકો પણ લોકોની બૂમાબૂમથી જાગી જાય પોતાનો જીવ બચાવી ઝૂપડામાં થી બહાર નીકળી ગયા હતા જોકે ઝુંપડાઓ ની બૂમાબૂમથી કોઈને જાનહાની થવા પામી ન હતી પરંતુ ૧૫ જેટલા ઝપડા ઘરવખરી સહિત બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.

ઝુપડપટ્ટી ની આગ ની ઘટના વખતે પેસેન્જર ટ્રેન પસાર થઇ હોત તો મોટી હોનારત સર્જાતઃ સ્થાનિક અબ્દુલ કામઠી.
રેલવે ટ્રેકને અડીને આવેલ ઝુપડપટ્ટી મા જમવાનું બનાવતી વેળા આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગ સમગ્ર ઝુપડપટ્ટીમાં પસરી જતા ૧૫ જેટલા ઝોપડા ઘરવખરી સાથે બળીને ખાખ થઈ જવા પામ્યા હતા જોકે સદ્‌નસીબે કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી પરંતુ આગની ઘટના વખતે પેસેન્જર ટ્રેન રેલવે ટ્રેક ઉપરથી પસાર થયો હોત અથવા પેટ્રોલ ડિઝલ ભરેલી ગુડઝૅ ટ્રેન પણ અહી થી પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા હતી પરંતુ રેલવે તંત્ર દ્વારા રેલવે ટ્રેકને અડીને આવેલ ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જોકે ઝુપડપટ્ટીમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ થતી હોવાના આક્ષેપો સ્થાનિક અબ્દુલ કામથી દ્વારા કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.