સુરતમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારને ૨૦ વર્ષની સજા
૩૦ હજારનો દંડ પણ કરવામાં આવ્યો
અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી
સુરત,સુરત શહેરમાં અમરોલીના સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૩૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતો ૨૦ વર્ષીય અજય ઉર્ફે રાહુલ ઉર્ફે ધીર્યાે અનીલભાઈ માલી (દેવીપુજક) ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
આરોપી અજય ઉર્ફે રાહુલ ગઈ તારીખ ૨૩ -૮-૨૪ના રોજ ૧૭ વર્ષની સગીરાનું લગ્નની લાલચે પોતાના વતન સુરેન્દ્રનગરમાં અપહરણ કરી ગયો હતો, જ્યાં તેણી સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ બનાવ અંગે પીડિતાના પરિવારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટમાં આ કેસની ઈન્સાફી કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષે સરકારી વકીલ ડી.વી.દવે દલીલ કરી મહત્તમ સજાની માંગ કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે આજરોજ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અને પુરાવા આધારે આરોપી અજય ઉર્ફે રાહુલને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૩૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો. ss1
