નાણાંકીય લેવડ- દેવડની તકરારમાં મિત્રની હત્યા
સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો
સુરતમાં મિત્રની હત્યા કરનારને આજીવન કેદ
સુરત,ચાર વર્ષ પૂર્વે સુરત શહેરના ડભોલી ચાર રસ્તા પાસે નાણાંકીય લેવડ- દેવડની તકરારમાં મિત્રની હત્યા કરનાર પ્રશાંત રાજપૂતને સોમવારે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો. આ કેસની વિગતો અનુસાર ગત તા.૨૮-૭-૨૦૨૧ ના રોજ ડભોલી ચાર રસ્તા પાસે નાણાંકીય લેવડ દેવડ ની તકરારમાં સંજય વાણીયા (રહે. ભગવાન નગર, કતારગામ)ની હત્યા થઈ હતી.
મરનાર અને આરોપી બન્ને મિત્રો હતા આ ગુનામાં પોલીસે પ્રશાંત ચંદ્રકાન્ત રાજપૂત (ઉ.વ. ૨૩, રહે. પ્રભુ નગર, કતારગામ) ની ધરપકડ કરી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસની ટ્રાયલ ચાર વર્ષ ચાલી હતી. જેમાં સરકાર તરફે દિગંત તેવારે દલીલો કરી હતી. જ્યારે મૂળ ફરિયાદી તરફે અશ્વિન જે. જોગડીયા અને કાજલ વાઢેળે દલીલ રજૂ કરી હતી. દલીલો માન્ય રાખી કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યાે હતો. ss1
