‘આલ્ફા’ યશરાજના સ્પાય યુનિવર્સની સાતમી ફિલ્મ
યશરાજ સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વાર ૨’માં છેલ્લે ‘આલ્ફા’નું ટીઝર પણ બતાવાયું હતું, ત્યારથી આ ફિલ્મ અંગે ચર્ચા અને ઉત્સુકતા પણ હતા
આલિયા ભટ્ટ અને શર્વરીની ‘આલ્ફા’ ક્રિસમસ પર આવશે
મુંબઈ,આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની સ્પાય એક્શન ફિલ્મ ‘આલ્ફા’ પહેલાં ક્રિસમસ ૨૦૨૫ પર રિલીઝ થવાની હતી. યશરાજ સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વાર ૨’માં છેલ્લે ‘આલ્ફા’નું ટીઝર પણ બતાવાયું હતું, ત્યારથી આ ફિલ્મ અંગે ચર્ચા અને ઉત્સુકતા પણ હતા. ત્યારથી આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થાય એની રાહ જોવાતી હતી. પરંતુ યશરાજ સ્પાય યુનિવર્સની બહુચર્ચિત ફિલ્મ પાસે ઘણી અપેક્ષાઓ હોવા છતાં નિષ્ફળ જતાં મેકર્સ ‘આલ્ફા’ અંગે વધુ ચિંતિત થઈ ગયા હોવાના પણ અહેવાલો હતા.
પરંતુ હવે દર્શકોએ આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે. યશરાજ ફિલ્મ્સના પ્રવક્તાઓના જણાવ્યા અનુસાર આ સ્પાય એક્શન ફિલ્મ પાછી ઠેલાઈ છે કારણ કે તેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું કામ હજુ બાકી છે. તેથી મેકર્સ હવે ૧૭ એપ્રિલ, ૨૦૨૬ના દિવસે રિલીઝ કરવાનું આયોજન કરી રહ્યાં છે. પ્રવક્તાએ આ અંગે આગળ જણાવ્યું, અમારી ટીમ માટે આલ્ફા એક ઘણી ખાસ ફિલ્મ છે. તેઓ આ ફિલ્મને સૌથી વધુ સિનેમેટિક બનાવવા માગે છે. તેમણે ધાર્યું હતું તેના કરતાં તેના વીએફએક્સમાં વધુ સમય લાગી રહ્યો છે. તેથી તેઓ નથી ઇચ્છતા કે આ ફિલ્મ દર્શકો માટે એક યાદગાર અનુબવ બની રહે તેમાં કોઈ પણ કમી રહી જાય. તેથી હવે ફિલ્મ મોડી રિલીઝ થશે.
તેમના મતે વીએફએક્સ ટીમ અસાધારણ મોડું થયું હોવાથી ઘણાં દબાણ હેઠળ કામ કરી રહી છે. તેના કારણ તેમના માટે સમયસર કામને પહોંચી વળવું મુશ્કેલ બની ગયું છે. ખાસ તો ટીમનું માનવું છે કે આ વિલંબ માત્ર વિઝ્યુઅલ ઇફેક્ટ્સના બાકી કામના કારણે જ છે, અવતાર સહીતની ફિલ્મ ડિસેમ્બર અંતથી જાન્યુઆરી સુધી ઘણી ફિલ્મ રિલીઝ થવાની હોવાથી સ્પર્ધાના કારણે તેઓ પાછળ હટી રહ્યાં નથી.
ટીમ એપ્રિલ પહેલાં ફિલ્મ રિલીઝ કરી શકવાની સ્થિતિમાં જ નથી.આલ્ફા યશરાજના સ્પાય યુનિવર્સની સાતમી ફિલ્મ છે. શિવ રવૈલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ બે એજન્ટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળશે. ‘વાર ૨’ના પોસ્ટ ક્રેડિટ સીન પરથી ખ્યાલ આવે છે કે ‘આલ્ફા’માં બોબી દેઓલ એક વિલના રોલમાં જોવા મળશે.ss1
