એક્ઝિટ પોલ અને ચૂંટણીના પરિણામોમાં મોટો તફાવત હશે: પ્રકાશ જાવડેકર
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થયુ અને હવે સૌ કોઈ ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. જોકે એક્ઝિટ પોલ અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થયુ અને હવે સૌ કોઈ ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. જોકે એક્ઝિટ પોલ અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમત મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 59થી 68 બેઠક અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 2થી 11 બેઠકો મળવાન આશા છે. આ રીતે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પૂરી તાકાત લગાવ્યા બાદ પણ ભાજપ પાસુ પલટતી જોવા મળી નથી. આ સિવાય એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટીનો ગઈ વખતની જેમ આ વખતે પણ એક પણ સીટ જીતી નહીં શકે તેવી વાતો થઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ એગ્ઝિટ પોલ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યુ એક્ઝિટ પોલ અને ચૂંટણીના પરિણામોમાં ઘણુ અંતર હશે. અમે ચૂંટણીના પરિણામોની રાહ જોઈશુ. એક્ઝિટ પોલ પહેલા પણ ખોટા સાબિત થઈ ચૂક્યા છે. અમે તટસ્થ પરિણામો પર જ વિશ્વાસ કરીએ છીએ. અમે હકીકત જોઈ છે અને અમને સારી પ્રતિક્રિયા મળી છે. એક્ઝિટ પોલ ઈવૉલ્વિંગ સાયન્સ છે.