AMAના પાર્ટ-ટાઇમ એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો
Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) એક અગ્રણી સંસ્થા છે જે સતત શિક્ષણ, વ્યવસાયિક તાલીમ અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ દ્રારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે સમર્પિત છે. \એએમએના વિવિધ કાર્યક્રમો થકી હજારો વિદ્યાર્થીઓને લાભ થયો છે
અને તેઓ હવે વિશ્વભરના વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી વ્યાવસાયિકો છે. એએમએના વિવિધ ક્ષેત્રના એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સએ કારકિર્દીની પ્રગતિ માટે એક અજોડ માર્ગ તૈયાર કર્યો છે. ભારતને વૈશ્વિક રમતગમત શક્તિ બનાવવાની મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને, એએમએ દ્રારા તાજેતરમાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના સહયોગથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં ૧૦-સપ્તાહનો, પાર્ટ-ટાઇમ એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
એએમએ દ્રારા બિઝનેસ મેનેજમેન્ટમાં એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ માટે એક ખાસ સર્ટિફિકેટ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. \અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના પ્રમુખ અને હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી રાજીવ ગાંધી અને ગુજરાતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર અને FIDE સિનિયર ટ્રેનર શ્રી તેજસ બાકરે દ્રારા સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
શ્રી રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે, “જ્યારે બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ લાંબા સમયથી સારી રીતે પ્રસ્થાપિત છે, ત્યારે એએમએમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટની પ્રથમ બેચ જોવી પ્રેરણાદાયક છે! આ એક સમયસરની પહેલ છે કારણ કે ભારત વૈશ્વિક રમતગમતના મંચ પર ઉભરી રહ્યું છે અને મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે છલાંગ લગાવી રહ્યું છે!”
