Western Times News

Gujarati News

ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું

પ્રતિકાત્મક

(એજન્સી) નવી દિલ્હી, સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે (૪ નવેમ્બર) ફરી એકવાર ઘટાડો આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જથી લઈને ઘરેલું માર્કેટ સુધીમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યાં છે. MCX પર સોનું ૫૦૦ રૂપિયા સસ્તુ થયું છે, ત્યારે ચાંદીના ભાવ અંદાજિત ૨૫૦૦ રૂપિયા સુધી તૂટ્યા છે. આવો જાણીએ હવે ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનું ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે?

સૌથી વધુ ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. મંગળવારે સ્ઝ્રઠ પર ચાંદીનો ભાવ શરૂઆતના ટ્રેડિંગમાં રૂ. ૧,૪૭,૬૦૨ પ્રતિ કિલોગ્રામ સુધી આવી ગયો હતો, જે ગત ટ્રેડિંગ બંધ રૂ. ૧,૫૦,૧૫૦ હતો. એટલે કે, તેમાં રૂ. ૨,૫૦૦ થી વધુનો ઘટાડો થયો. ટ્રેડિંગ આગળ વધતાં આ ઘટાડો થોડો ઓછો થયો, પરંતુ સાંજે ૫ વાગ્યા સુધીમાં ભાવ રૂ.૧,૮૦૦ ઘટીને રૂ. ૧,૪૮,૩૪૩ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ૫ ડિસેમ્બરની એક્સપાયરી ડેટ વાળા ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ લખાઈ રહ્યો હતો ત્યારે રૂ. ૪૮૭ ઘટીને રૂ. ૧,૨૦,૯૨૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ગત ટ્રેડિંગ દિવસે રૂ. ૧,૨૧,૪૧૫ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. જોકે, શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સોનું ઘટીને રૂ. ૧,૧૯,૮૦૧ પર આવી ગયું હતું, જે ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૬૧૪ નો ઘટાડો દર્શાવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.