Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી બે મુસાફર પાસેથી ૬ કરોડનું મારિજુઆના જપ્ત

File Photo

(એજન્સી)અમદાવાદ , અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોમવારે નશીલા પદાર્થાેની હેરફેર રોકવા માટે બે કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે કરવામાં આવેલ આ ઓપરેશનમાં બૅન્કાકથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવેલા બે ભારતીય મુસાફરો પાસેથી કુલ ૬ કિલો ૨૦૦ ગ્રામ મારિજુઆના (હાઇબ્રીડ ગાંજો) જપ્ત કરવામાં આવ્યો હતો.

જેની કિંમત છ કરોડ રૂપિયાથી વધારે થાય છે. એઆઈયુના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલા કેસમાં એક ભારતીય મુસાફર પાસેથી કુલ ૪.૧૮૦ કિલો ગ્રામ વજનના ચાર પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પ્રકારનો પદાર્થ હતો. એફ.એસ.એલ.ની પ્રાથમિક તપાસમાં તે મારિજુઆના હોવાનું જણાવ્યું હતું.

જેને પગલે અધિકારીઓ એન.ડી.પી.એસ. ઍક્ટ, હેઠળ કાર્યવાહી કરી હતી.આ જ ફ્લાઇટથી આવેલા બીજા મુસાફર પાસે પણ ગાંજો હોવાની વિગતો મળતા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તેના બેગેજમાંથી બે પેકેટમાં કુલ ૨ કિલો ૩૯ ગ્રામ મારિજુઆના મળી આવ્યું. જેની કિંમત બે કરોડ રૂપિયા થાય છે. બંને કેસમાં હાઇબ્રીડ ગાંજો જપ્ત કરી મુસાફરોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

કસ્ટમ્સ વિભાગના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને મુસાફરોને એન.ડી.પી.એસ. ઍક્ટ, ૧૯૮૫ હેઠળ કરવામાં આવ્યા છે. બંનેને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ બંને મુસાફરો બૅન્કાકથી મારિજુઆના લઈને અમદાવાદ લાવ્યા હતા અને તેની સપ્લાય માટે ડ્રગ્સ સિન્ડિકેટના પેડલરોની છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય લેવલે નશીલા પદાર્થાેની હેરફેર રોકવા માટે સતત વિજિલન્સ અને ઇન્ટેલિજન્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમદાવાદ કસ્ટમ્સની આ સફળ કાર્યવાહીથી ફરી ડ્રગ માફીઆઓના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યું છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અને જુદી જુદી એજન્સીઓ દ્વારા સોનાની દાણચોરી, નશીલા પદાર્થાે અને હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી અટકાવવા માટે ખાસ વોચ રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.