અમદાવાદ, સાબરમતી અને ભુજ સ્ટેશનો પર ચાલી રહેલા રી ડેવલોપમેન્ટ કાર્ય પ્રગતિની સમિક્ષા કરાઈ
જનરલ મેનેજર પશ્ચિમ રેલવે શ્રી વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનમાં રેલવે પ્રોજેક્ટ્સ અને વિકાસ કાર્યો અંગે સમીક્ષા બેઠક યોજી.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં અમદાવાદ ડિવિઝન પર ચાલી રહેલા વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સ, નિર્માણ અને પુનર્વિકાસના કાર્યોની પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી.
જનરલ મેનેજરે આ દરમિયાન અમદાવાદ, સાબરમતી અને ભુજ સ્ટેશનો પર ચાલી રહેલા રી ડેવલોપમેન્ટ કાર્યની પ્રગતિ, આદરજ મોટી-વિજાપુર ગેજ પરિવર્તન, સાબરમતી-અસારવા વાય કનેક્ટિવિટી, ગાંધીધામ-આદિપુર લાઇનનું ચૌહરિકરણ, સામખ્યાલી-ગાંધીધામ ચૌહરિકરણ, અમદાવાદ યાર્ડ રિમોડેલિંગ, વટવા-અમદાવાદ-સા
બેઠકમાં જનરલ મેનેજર શ્રી ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા સ્ટેશન રી ડેવલોપમેન્ટ કર્યો, રોડ ઓવરબ્રિજ (આરઓબી), રોડ અંડરબ્રિજ (આરયુબી), પેસેન્જર સુવિધા અપગ્રેડ, સુરક્ષા અને પરિચાલન સુધાર કાર્યોની મુદ્દાવાર સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ પાસેથી દરેક પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, તેના પૂર્ણતા લક્ષ્ય, આવનારા કોઈપણ તકનીકી અથવા પ્રશાસનિક અવરોધો અને તેના નિરાકરણ માટે લેવામાં આવી રહેલા પગલાં વિશે પૂછપરછ કરી.

તેમણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે તમામ નિર્માણ કાર્યો નિર્ધારિત સમય – મર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી યાત્રીઓને બહેતર સુવિધાઓ મળી શકે અને પરિચાલન કાર્યક્ષમતામાં વધારો થાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે અને કાર્યસ્થળ પર સલામતીના ધોરણોનું પાલન એ ટોચની પ્રાથમિકતાની સાથે સુનિશ્ચિત કરવામાં આવે.
બેઠક દરમિયાન, શ્રી ગુપ્તાએ અમદાવાદ ડિવિઝન માં ગેજ રૂપાંતર અને નવી રેલ લાઇન નિર્માણ પ્રોજેક્ટ્સની પ્રગતિ પર પણ ખાસ ધ્યાન આપ્યું. તેમણે વિસ્તૃત રૂપે જાણ્યું કે કયા સેક્સનમાં કેટલું કામ પૂર્ણ થયેલુ છે, કેટલું કાર્ય બાકી છે અને નિર્ધારિત સમયમાં તેને પૂર્ણ કરવાની યોજના શું છે
પશ્ચિમ રેલ્વે નિરંતર યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને માળખાગત વિકાસ ના ક્ષેત્ર માં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બધા અધિકારીઓ સમયસર નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરશે.
આ પ્રસંગે, મંડળ રેલ પ્રબંધક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (નિર્માણ ),ચીફ પ્રોજેક્ટ મેનેજર (નિર્માણ), ચીફ પ્રોજેક્ટ મેનેજર (RLDA) સહિત ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ અને મુખ્ય મથકના પ્રિન્સિપલ ચીફ ઓફિસરો હાજર રહ્યા હતા.
