રાજસ્થાનમાં CAAને લાગૂ કરવા સીપી જોષીની માંગણી
જયપુર: રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભા અધ્યક્ષ સીપી જાશીએ નિવેદન જારી કરીને કોંગ્રેસ પાર્ટીમાં જ ખળભળાટ મચાવી દીધો છે. નાગરિક સુધારા કાનૂનને લાગૂ કરવાના નિવેદન ઉપર હવે ભાજપના નેતા પણ સીપી જાશીને અભિનંદન આપી રહ્યા છે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીષ પુનિયા અને અન્યોએ શશી થરુર અને કપિલ સિબ્બલ જેવા કોંગ્રેસી નેતાઓના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે. આ લોકોએ કાનૂની મજબૂરીના પરિણામ સ્વરુપે સીએએને લાગૂ કરવાની મોટી વાત કરી છે.
સતીષ પુનિયાએ કહ્યું છે કે, તેઓ સીપી જાશીના નિવેદનનું સ્વાગત કરે છે તેમને અભિનંદન પણ આપે છે. તેઓએ સીએએનું સમર્થન કર્યું છે. આ પહેલા પણ કોંગ્રેસના કેટલાક નેતા શશી થરુર, જયરામ રમેશ, સલમાન ખુરશીદ અને કપિલ સિબ્બલ નિવેદન કરી ચુક્યા છે કે, નાગરિક સુધારા કાનૂનને લાગૂ કરવામાં આવશે.