Western Times News

Gujarati News

સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મ જૂન ૨૦૨૬માં રિલીઝ થશે

સલમાનની ફિલ્મનું શૂટ ડિસેમ્બરમાં પૂરું થવાનો અંદાજ

આ ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંઘ લીડ રોલમાં છે, સલમાન તેમાં કર્નલ બિક્કુમ્મલા સંતોષ બાબુનો રોલ કરી રહ્યો છે

મુંબઈ, સલમાન ખાન પોતાના સોશિયલ પર ‘બેટલ ઓફ ગલવાન’ની તૈયારીની તસવીરો પોસ્ટ કરતો રહે છે. આ ફિલ્મ વિશે ચર્ચા ખતી રહી છે. ત્યારે હવે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થવામાં છે. સલમાન આ ફિલ્મમાં ક્યારેય જોવા ન મળ્યો હોય એવા અવતારમાં જોવા મળશે. તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક થોડાં વખત પહેલાં લોંચ કર્યાે હતો. ત્યારથી ફિલ્મની રિલીઝ અંગે ચર્ચાઓ અને ધારણાઓ શરૂ થઈ ગઈ હતી. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં પૂરું થશે એવો અંદાજ છે.

સુત્રે જણાવ્યા અનુસાર, “સપ્ટેમ્બરમાં લદાખમાં ઘણાં મોટા ભાગનું શૂટિંગ થઈ ગયું છે. ત્યાં ફિલ્મના ઘણા પડકારરૂપ એક્શન સીન શૂટ થયા છે. ડિસેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં પૂરું થશે. આ ફિલ્મ અપૂર્વ લાખિયાએ ડિરેક્ટ કરી છે અને હાલ તેઓ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન પર ધ્યાન આપી રહ્યા છે.”સુત્રના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ જાન્યુઆરી અથવા જૂન ૨૦૨૬માં રિલીઝ થશે.

આ અંગે સુત્રે જણાવ્યું, “હજુ શૂટ ચાલુ છે, તેથી જાન્યુઆરીમાં ફિલ્મ રિલીઝ કરવી શક્ય નથી. તેથી જૂનમાં રિલીઝ કરવા પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. તેથી કોઈ ચોક્કસ અને સારી તારીખ પર આવતા વર્ષના જુલાઈ કે ઓગસ્ટમાં ફિલ્મ રિલીઝ કરવાનો વિચાર છે.”તાજેતરમા શાહરુખ ખાનની ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું ત્યારે હવે સલમાન ખાનના ફૅન્સ પણ આવા કોઈ ટીઝર કે ઝલકની આશા રાખે છે. છતાં એવી ચર્ચા છે કે ફિલ્મ અંગે કોઈ ઝલક ૨૭ ડિસેમ્બર આસપાસ ટીઝર કે કોઈ ઝલક જોવા મળે તેવી અપેક્ષા છે.

આ ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંઘ લીડ રોલમાં છે, સલમાન તેમાં કર્નલ બિક્કુમ્મલા સંતોષ બાબુનો રોલ કરી રહ્યો છે. ૨૦૨૨માં આવેલ પુસ્તક ઇન્ડિયાઝ મોસ્ટ ફિઅરલેસ ૩ પર આ ફિલ્મ આધારીત છે, જે શિવ અરુર અને રાહુલ સિંઘ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો કેમિયો હોવાના અહેવાલોને જોકે, અપૂર્વ લાખિયાએ ખોટા જણાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.