રશ્મિકા મંદાનાએ પહેલી વખત એન્ગેજમેન્ટ રીંગ જાહેર કરી
વિજય દેવરકોંડા વિશે સવાલ પૂછાતા રશ્મિકા શરમાઈ ગઈ
રશ્મિકા મંદાના જગપતિ બાબુના શો જયમ્મુ નિશ્ચયમ્મુ રા પર પોતાની આવનારી ફિલ્મ ગર્લફ્રેન્ડને પ્રમોટ કરવા મહેમાન તરીકે આવી હતી
મુંબઈ,તાજેતરમાં રશ્મિકા મંદાના જગપતિ બાબુના શો જયમ્મુ નિશ્ચયમ્મુ રા પર પોતાની આવનારી ફિલ્મ ગર્લફ્રેન્ડને પ્રમોટ કરવા મહેમાન તરીકે આવી હતી. આ ચર્ચાઓ વચ્ચે તેણે પોતાની એન્ગેજમેન્ટ રીંગ બતાવવાની બિલકુલ કોશિશ કરી નહોતી અને પોતાની રીંગ પહેલી વખત જાહેર કરી હતી. ખાસ તો તેને જ્યારે વિજય વિશે સવાલ પૂછાયો ત્યારે તે શરમાઈ ગઈ હતી અને આ બાબતે ઓડિયન્સનું ધ્યાન ખેચ્યું હતું.

પહેલી વખત એક જવાબમાં જ્યારે રશ્મિકાએ કોરિયન હાર્ટની નિશાની કરીને દર્શકોનું અભિવાદન કર્યું ત્યારે તેની વીંટી લોકોના ધ્યાનમાં આવી હતી.જગપતિએ રશ્મિકાની મજાક કરતાં કહ્યું, ‘મને લાગે છે, વિજેય દેવરકોંડા મિત્ર, વિજય સેતુપતિ ફૅન અને વિજય થલાપતિ ઓલટાઇમ ફૅન, તો તેં તો વિજય પર વિજય હાંસલ કરી લીધો છે.’ ત્યારે રશ્મિકા ખુલીને હસી પડી હતી. તેણે મજાકમાં દર્સકો સમક્ષ આંખ પણ મારી હતી. આ સાથે જ્યારે રશ્મિકાને તેનાં બાળપણની તસવીર બતાવવામાં આવી, તો તેણે કહ્યું કે એ ફોટો ચેન્નઈમાં લેવાયો છે.
ત્યારે જગપતિએ ફરી મજાક કરી હતી કે, ‘તો ત્યારે પણ તું વિજની ફૅન હતી.’પછી તેમણે રશ્મિકાને વીંટી વિશે પ્રશ્ન પૂછ્યો, ‘આ બધી વીંટીઓ કંઈ ખાસ મહત્વની છે?’ તો રશ્મિકાએ જવાબમાં કહ્યું હતું, ‘હા એ બધી ખુબ મહત્વની વીંટી છે.’ ત્યારે સંચાલકે કહ્યું, ‘મને વિશ્વાસ છે કે તેમાંથી એક રીંગ તારી સૌથી ગમતી રીંગ છે અને તેની પાછળ એક ઇતિહાસ પણ છે.’ ત્યારે રશ્મિકાએ શરમાઈને ખાલી સ્મિત કર્યું અને તેનાં આ જવાબથી ઓડિયન્સમાંથી ચીચીયારીઓ પડી હતી.
આટલું જ નહીં આ શો જે ચેનલ પર આવે છે, તેના સોશિયલ મીડિયા પેજ પર લોકોને આકર્ષવા પોસ્ટ કરાઈ હતી કે, ‘કોઈ પ્લીઝ કહો કે આ વીંટીઓ કોણે આપી છે.’ હૈદ્રાબાદમાં ઓક્ટોબરમાં વિજય અને રશ્મિકાએ સગાઈ કરી લીધી હોવાના અહેવાલો હતા. સાથે જ તેઓ ફેબ્›આરીમાં લગ્ન કરવાના હોવાના પણ અહેવાલો છે.ss1
