‘રાજા હિન્દુસ્તાની’ માટે કરિશ્મા નહીં, ઐશ્વર્યા પહેલી પસંદગી હતી
અભિનેત્રીએ પોતે મુલાકાતમાં વાતનો ખુલાસો કર્યો
“રાજા હિન્દુસ્તાની” માં આમિર ખાન અને કરિશ્મા કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યા હતા
મુંબઈ, આમિર ખાન અને કરિશ્મા કપૂરની ‘રાજા હિન્દુસ્તાની’ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ માટે કરિશ્મા કપૂર નિર્માતાઓની પહેલી પસંદગી નહોતી. આ ફિલ્મ પહેલા કોઈ બીજાને ઓફર કરવામાં આવી હતી.અને તે છે ઐશ્વર્યા રાય.ઐશ્વર્યા રાય બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સુંદરતા અને શાનદાર અભિનયનું સંપૂર્ણ મિશ્રણ છે. તેની ઉત્તમ ફિલ્મોની યાદીમાં તાલ, હમ દિલ દે ચૂકે સનમ અને રેઈનકોટ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
જ્યારે તે હવે મોટા પડદા પર ઓછી દેખાય છે. ઐશ્વર્યાએ ઘણી ફિલ્મો કરી છે જેના માટે તેણીને હજુ પણ યાદ કરવામાં આવે છે. એવી ઘણી ફિલ્મો પણ છે જે ઐશ્વર્યાએ કરવાનો ઇનકાર કર્યાે હતો. ‘રાજા હિન્દુસ્તાની’ તેમાંથી એક છે. “રાજા હિન્દુસ્તાની” ફિલ્મ માટે કરિશ્મા કપૂર નહીં, ઐશ્વર્યા રાય મૂળ પસંદગી હતી.“રાજા હિન્દુસ્તાની” માં આમિર ખાન અને કરિશ્મા કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યા હતા. બંનેએ તેમના શક્તિશાળી અભિનયથી બધાને પ્રભાવિત કર્યા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ.
શરૂઆતમાં “રાજા હિન્દુસ્તાની” માટે ઐશ્વર્યા રાયનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણીએ ના પાડી દીધી.ઐશ્વર્યા રાયે ફિલ્મ “ઔર પ્યાર હો ગયા” થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણીએ બોબી દેઓલ સાથે અભિનય કર્યાે હતો. ઐશ્વર્યા રાય ફિલ્મ નિર્માતાઓમાં ખૂબ જ લોકપ્રિય હતી. કોઈપણ સ્પર્ધામાં ભાગ લેતા પહેલા પણ, તેને ઘણી ફિલ્મોની ઓફર આવી હતી. જોકે, તેણીએ તે બધી ફિલ્મોને નકારી કાઢી, તેણી પોતાની સ્પર્ધાત્મક કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી.
આ પ્રોજેક્ટ્સમાં ધર્મેશ દર્શનની “રાજા હિન્દુસ્તાની” પણ હતી, જેને તેણીએ નકારી કાઢી.અભિનેત્રીએ પોતે મુલાકાતમાં આ વાતનો ખુલાસો કર્યાે હતો. તેણીએ કહ્યું, “ઘણા લોકો માને છે કે હું સૌંદર્ય સ્પર્ધાઓ દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશી છું, પરંતુ એવું નહોતું. સ્પર્ધાઓ પહેલા મારી પાસે ચાર ફિલ્મો પહેલેથી જ તૈયાર હતી. મેં મિસ ઈન્ડિયામાં ભાગ લેવા માટે થોડા સમય માટે ફિલ્મ ઉદ્યોગથી વિરામ લેવાનું નક્કી કર્યું. જો મેં કોઈ સ્પર્ધામાં ભાગ ન લીધો હોત, તો ‘રાજા હિન્દુસ્તાની’ મારી પહેલી ફિલ્મ હોત.ss1
