Western Times News

Gujarati News

અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી-રાજ્ય સરકાર દ્વારા તા. ૭થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન*

*રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કુલ ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં ભ્રમણ કરશે રથયાત્રા*

*રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યોસાંસદો અને ધારાસભ્યો થશે સહભાગી થશે*

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-૧ ઉમરગામથી એકતાનગર સુધી ૬૬૫ કિમી અને રૂટ નં-૨ અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિમી એમ કુલ ૧,૩૭૮ કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લઈ ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડાના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા જનજાતીય ગૌરવ રથયાત્રાનું રાજ્યના ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટકસભાઓસંવાદવકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ  કરવામાં આવશે.

*’જનજાતીય ગૌરવ રથયાત્રાની વિગતો*

*રૂટ નં. ૧* દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)

રથયાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરી સંજાણભીલાડવાપીપારડીનાનાપોંઢા અને ધરમપૂર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતસાંસદ શ્રી ધવલભાઈ પટેલપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીધારાસભ્ય સર્વે શ્રી જીતુભાઈ ચૌધરીશ્રી અરવિંદભાઇ પટેલ અને શ્રી રમણભાઈ પાટકર સહભાગી થશે.

દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)

રથયાત્રા વલસાડના ધરમપુરથી પ્રસ્થાન કરી નવસારીના ખેરગામરૂમલારાનકુવાસુરતના અનાવલઉનાઇના ભીનાર અને નવસારીના વાંસદા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતસાંસદ શ્રી ધવલભાઈ પટેલપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીધારાસભ્ય સર્વે શ્રી મોહનભાઇ ઢોડિયા અને શ્રી અરવિંદભાઇ પટેલ સહભાગી થશે.

દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)

રથયાત્રા નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરી ડાંગના વઘઇઝાવડાતાપીના ડોલવણજેસીંગપુરા અને વ્યારા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતસાંસદ શ્રી પરભુભાઈ વસાવાપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીધારાસભ્ય સર્વે શ્રી મોહનભાઇ ઢોડિયાશ્રી મોહનભાઇ કોંકણી અને શ્રી વિજયભાઇ પટેલ સહભાગી થશે.

દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)

રથયાત્રા તાપીના વ્યારાથી પ્રસ્થાન કરી સોનગઢભંડભુજાઉચ્છલનારણપુરરૂમકીતળાવવેલદા ટાંકી અને નિઝર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતસાંસદ શ્રી પરભુભાઈ વસાવાપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિઅધ્યક્ષ તાપી શ્રી સુરજભાઈ વસાવાજિ.પં. પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા સહભાગી થશે.

દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)

રથયાત્રા તાપીના કુંકરમુંડાથી પ્રસ્થાન કરી નર્મદાના જાવલીસાગબારાચીકદાસુરતના ઉમરપાડામાલધાફાટાસઠવાવ અને માંડવી આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતસાંસદ શ્રી મનસુખભાઇ વસાવાપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીસાંસદ શ્રી પરભુભાઈ વસાવાધારાસભ્ય સર્વે શ્રી દર્શનાબેન દેશમુખ અને શ્રી કુંવરજીભાઈ હળપતિ સહભાગી થશે.

દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)

રથયાત્રા સુરતના માંડવીથી પ્રસ્થાન કરી અરેઠતડકેશ્વરનાની નરોલીમાગરોળની મોસાલીવાંકલઝંખવાવવાડીવાલીયાની ડેઇલીવાલીયાતલોદદ્રા અને ઝઘડીયા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતસાંસદ શ્રી મનસુખભાઇ વસાવામંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલસાંસદ શ્રી પરભુભાઈ વસાવાપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીધારાસભ્ય સર્વે શ્રી ગણપતસિંહ વસાવાશ્રી કુંવરજીભાઈ હળપતિ અને રિતેશભાઈ વસાવા સહભાગી થશે.

દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)

રથયાત્રા ભરૂચના નેત્રંગથી પ્રસ્થાન કરી નર્મદાના મોવીરાજપીપળા અને એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહૂતિ થશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતસાંસદ શ્રી મનસુખભાઇ વસાવામંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલસાંસદ શ્રી પરભુભાઈ વસાવાપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીધારાસભ્ય સર્વે શ્રી ગણપતસિંહ વસાવાશ્રી કુંવરજીભાઈ હળપતિ અને રિતેશભાઈ વસાવા સહભાગી થશે.

*રૂટ નં. ૨* દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)

રથયાત્રા બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી પ્રસ્થાન કરી પોસીનાખેરોજખેડબ્રહ્મા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડામંત્રી શ્રી રમેશભાઇ કટારાપૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરસાંસદ શ્રીમતી રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)

રથયાત્રા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી પ્રસ્થાન કરી નાકાઅંદ્રોખાવિજયનગરપાલચિઠોડાઅરવલ્લીના ભીલોડા અને શામળાજી આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડામંત્રી શ્રી રમેશભાઇ કટારાપૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરસાંસદ શ્રીમતી રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)

રથયાત્રા સાબરકાંઠાના શામળાજીથી પ્રસ્થાન કરીને અરવલ્લીના મેઘરજમાલપુરબાબલીયાડીંડવાસકડાણા અને સંત્રામપુર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડામંત્રી શ્રી રમેશભાઇ કટારાપૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરસાંસદ સર્વે શ્રી જશવંતસિંહ ભાભોર અને શ્રીમતી રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)

રથયાત્રા સંત્રામપુરાથી પ્રસ્થાન કરીને સુખસરઝાલોદદાહોદના કોબોંઇ ધામદાહોદગરબાડાધાનપુરલીમખેડા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડામંત્રી શ્રી રમેશભાઇ કટારાપૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરસાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરધારાસભ્ય સર્વે શ્રી મહેશભાઇ ભૂરિયા અને શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)

રથયાત્રા દાહોદ જિલ્લાના લીમખેડાથી પ્રસ્થાન કરીને બાડીબારમોરામોરવાહડપસંત્રોળભંમૈયાપૂર્વસિમેલ્યાઘોઘંબાપાવાગઢ આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડામંત્રી શ્રી રમેશભાઇ કટારાપૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરસાંસદ સર્વે શ્રી જશવંતસિંહ ભાભોર અને શ્રીજશુભાઇ રાઠવાપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી અને ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહભાગી થશે.

દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)

રથયાત્રા પંચમહાલ જિલ્લાના પાવાગઢથી પ્રસ્થાન કરીને નારૂકોટપંચમહાલના જાંબુઘોડાબોડેલીજેતપુર પાવીતેજગઢછોટાઉદેપુર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડામંત્રી શ્રી રમેશભાઇ કટારાપૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરસાંસદ સર્વે શ્રી જશવંતસિંહ ભાભોર અને શ્રીજશુભાઇ રાઠવાપ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી અને ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહભાગી થશે.

દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)

રથયાત્રા ક્વાંટથી પ્રસ્થાન કરીને નસવાડીએકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહુતિ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલરાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડામંત્રી શ્રી રમેશભાઇ કટારારાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતપૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરસાંસદ સર્વે શ્રી મનસુખભાઇ વસાવાશ્રી જસવંતસિંહ ભાભોરશ્રી જશુભાઇ રાઠવાશ્રી ધવલભાઇ પટેલશ્રી પરભુભાઇ વસાવાશ્રીમતી રમિલાબેન બારા,પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરીપૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિદંડક શ્રી વિજયભાઇ પટેલતમામ ધારાસભ્યશ્રીઓજિલ્લા સંગઠનના અધ્યક્ષશ્રીપ્રદેશ હોદેદારશ્રીઓજિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓઅને તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રીઓ સહભાગી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.