અમેરિકાને જવાબ આપવા રશિયા પણ પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારીમાં !
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આદેશ આપ્યો
વિશ્વના બે સૌથી મોટા પરમાણુ સશસ્ત્ર દેશો એક એવા પગલાંની નજીક જઈ રહ્યા છે જે ભૂ-રાજકીય તણાવને તીવ્ર બનાવી શકે છે
નવી દિલ્હી,રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને બુધવારે પોતાના ટોચના અધિકારીઓેને પરમાણું હથિયારોના સંભવિત પરીક્ષણ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત અઠવાડિયે કરવામાં આવેલા પરમાણું પરીક્ષણને ફરી શરૂ કરવાના નિવેદન બાદ આ પગલું લીધું છે.
રશિયાએ ૧૯૯૧માં સોવિયત યુનિયનના પતન બાદથી પરમાણુ પરિક્ષણ નથી કર્યું. પુતિને કહ્યું કે, ‘હું વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય… વિશેષ સેવાઓ અને સંબંધિત એજન્સીઓને નિર્દેશ આપુ છું કે, આ મુદ્દે વધારાની જાણકારી એકઠી કરે, તેનું સુરક્ષા પરિષદમાં વિશ્લેષણ કરે અને ન્યૂક્લિયર હથિયારોના ટેસ્ટની સંભવિત તૈયારી પર સંમતિ પ્રસ્તાવ બનાવો.’રશિયન સશસ્ત્ર દળના વડાએ કહ્યું કે, રશિયાએ ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. પરમાણુ પરીક્ષણ માટેનો સંભવિત આદેશ સૂચવે છે કે વિશ્વના બે સૌથી મોટા પરમાણુ સશસ્ત્ર દેશો એક એવા પગલાંની નજીક જઈ રહ્યા છે જે ભૂ-રાજકીય તણાવને તીવ્ર બનાવી શકે છે.
ટ્રમ્પનો અર્થ ભૂગર્ભ વિસ્ફોટક પરીક્ષણ હતો કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ૧૯૯૧માં સોવિયત યુનિયનના પતન પછી રશિયાએ પરમાણુ પરીક્ષણ કર્યું નથી.રશિયન પ્રમુખ પુતિનનો આ આદેશ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના જવાબમાં આવ્યો છે, જ્યાં ટ્રમ્પે છેલ્લાં અઠવાડિયે અચાનક પરમાણુ પરીક્ષણ શરૂ કરવા વિશે જાહેરાત કરી હતી. પુતિને તેમના ટોચના અધિકારીઓને રશિયન પ્રતિક્રિયાનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો. આ પગલું આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે.
બંને દેશો વચ્ચે વધતા તણાવ વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાનો વિષય બની શકે છે.પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવાની હાકલ કરીને, બંને દેશો એકબીજાને મજબૂત સંદેશ મોકલી રહ્યા છે. પુતિનના આદેશથી સ્પષ્ટ થાય છે કે, રશિયા અમેરિકાના આ પગલાનો જવાબ આપવા માટે તૈયાર છે. આ પરિસ્થિતિ બે મુખ્ય વિશ્વ શક્તિઓ વચ્ચે તણાવ વધારી શકે છે, જેનાથી નવા શીત યુદ્ધની શરૂઆત થઈ શકે છે.
વિશ્વભરના દેશો આ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પરમાણુ પરીક્ષણ કાર્યક્રમને ફરી શરૂ કરવાની હાકલ કર્યાના થોડા દિવસો બાદ, અમેરિકન એરફોર્સ ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડ (AFGSC)એ બુધવારે કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી નિઃશસ્ત્ર મિનિટમેન III ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.ss1
