દીપિકા મારી સાથે છે, તો પ્રેમ તો ચોક્કસ થવાનો : શાહરુખ ખાન
‘કિંગ’માં દીપિકા અને શાહરુખની રોમેન્ટિક જોડી ફરી જોવા મળશે
શાહરુખે આ ઇવેન્ટમાં ‘કિંગ’નું થીમ મ્યુઝિક લોંચ કર્યું હતું પણ ફિલ્મની વાર્તા જાહેર કરવાનું ટાળ્યું હતું
મુંબઈ, પોતાના ૬૦મા જન્મદિવસે શાહરુખ ખાને તેના ફૅન્સને ‘કિંગ’ની પહેલી ઝલક આપીને ખુશ કરી દીધા છે. તેઓ હવે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસે શાહરુખ ખાને એક ઓડિટોરિયમમાં પોતાના ફૅન્સ સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતો કરીને પણ ફૅન્સને ખુશ કરી દીધાં હતાં. આ કાર્યક્રમમાં તેણે ફિલ્મ વિશે કેટલીક માહિતી જાહેર કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે મોટા પડદે ફરી એક વખત શાહરુખ અને દીપિકા વચ્ચે રોમેન્સ જોવા મળશે.શાહરુખે આ ઇવેન્ટમાં ‘કિંગ’નું થીમ મ્યુઝિક લોંચ કર્યું હતું પણ ફિલ્મની વાર્તા જાહેર કરવાનું ટાળ્યું હતું.
તેણે કહ્યું, “કિંગની સ્ટોપી વિશે હું તમને કંઈ ખાસ કહી શકીશ નહીં. એક વખત વધુ ઝલક રજૂ કરીએ, એટલે તમને ફિલ્મ વિશે વધુ ખ્યાલ આવશે. ફિલ્મમાં કેટલાંક પાત્રો છે. ફિલ્મ પાછળનો વિચાર એવો છે કે જ્યારે આપણે બાબતોને વધુ મન પર લઇએ ત્યારે આપણે જીવનમાં મોટાં નિર્ણય લઇ લઇએ છીએ. પરંતુ આપણે વિચારવું જોઈએ કે આપણે કરીએ છીએ તે સાચું છે કે નહીં.”સાથે ફિલ્મમાં દીપિકા સાથે રોમેન્સ અંગે વાત કરતા શાહરુખે કહ્યું, “અમે કિંગમાં કોઈ એક પક્ષની તરફેણ કરતા નથી.
જો તમને અમારો વિચાર ગમે તો તેને અનુસરો. નહીં તો ખરાબ કરતા રહેજો. મારી સાથે ફિલ્મમાં દીપિકા પણ છે. તો પ્રેમ તો ચોક્કસ થશે.” દીપિકાએ પોતાની કૅરિઅરની શરુઆત જ શાહરુખ સાથે ૨૦૦૭માં ઓમ શાંતિ ઓમ ફિલ્મથી કરી હતી. પછી તેઓ હેપ્પી ન્યુ યર, ચેન્નઈ એક્સપ્રેસ, પઠાણ અને જવાનમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. તેમની જોડીને દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો છે. કિંગમાં એક્શન અવતાર વિશે શાહરુખે કહ્યું, “મેં ક્યારેય માસી હિરો ફિલ્મ કરી જ નથી – કદાચ કરણ અર્જૂન અને બાઝીગરમાં નકારાત્મક ભૂમિકા હતી.
જોકે, મને સિદ્ધાર્થે આ ફિલ્મમાં પાત્રમાં જે કરવાનું કહ્યું એ મેં કર્યું છે. તેથી જ મને જવાનમાં પણ મદદ મળી હતી. અમે બંને ૨-૩ વર્ષથી સાથે કામ કરીએ છીએ તેથી અમે હવે મિત્રો બની ગયા છીએ. એ ફિલ્મને બહુ સુંદર બનાવે છે.”શાહરુખની આ ફિલ્મમાં અભય વર્મા, અર્શદ વારસી, અભિષેક બચ્ચન, જયદીપ આહલાવત, રાઘવ જુયાલ ઉપરાંત રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, સૌરભ શુક્લા, અક્ષય ઓબેરોય અને કરનવીર મલ્હાત્રા પણ છે. આ ફિલ્માં સુહાના ખાન પણ છે.ss1
