કામની નોંધ લેવાય તેની રાહ જોવાનું મેં બંધ કરી દીધું છે : યામી ગૌતમ
યામી ગૌતમ નોમિનેટ થાય છે, પરંતુ તેને એવોર્ડ મળતા નથી
અભિનેત્રી યામી ગૌતમને ૨૦૧૩માં તેની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ માટે કેટલાક એવોર્ડ ચોક્કસ મળ્યા હતા
મુંબઈ, છેલ્લાં કેટલાંક વર્ષાેમાં યામી ગૌતમ તેની પેઢીની જાણીતી એક્ટ્રેસ તરીકે પોતાની ઓળખ બનાવી છે. ‘આર્ટિકલ ૩૭૦’ અને ‘અ થર્સ ડે’ જેવી ફિલ્મમાં તેના અભિનયનાં વખાણ પણ થયા છે. તેની આ ફિલ્મો માટે તેને કેટલાક નોમિશેન પણ મળ્યાં છે. પરંતુ તેને આજ સુધી ક્યારેય આ ફિલ્મો માટે કોઈ મોટો એવોર્ડ મળ્યો નથી. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં યામીએ કહ્યું કે આ એવોર્ડ ન મળવાથી તેને કોઈ ફરક પડતો નથી. ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘હક’ રિલીઝ થઈ રહી છે.
ત્યારે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં યામીએ કહ્યું કે કઈ રીતે જીવન અમુક વાતોમાં માગ્યા વિના જ વળતર આપી દેતું હોય છે. તે કદાચ હંમેશા એવોર્ડ સ્વરૂપે ન પણ હોય. યામીએ કહ્યું, “હું ભગવદ્દ ગીતાને જેટલું સમજી શકી છું, ભગવાન કૃષ્ણએ અર્જૂનને જે કહ્યું છે, તે સાચું જ છે. જોકે, હું કોઈ પરફેક્ટ માણસની જેમ બધાથી પર નથી થઈ ગઈ, પરંતુ જો તમારામાં માત્ર સફળતાથી, ગુમાવી દેવાના ડરથી કે અથવા બીજા કોઈના દૃષ્ટિકોણથી તમારી નોંધ લેવાય તેની રાહ જોવાથી પણ પર થઈ શકો તો, તમે ઠીક છો.
મેં કોઈ મારી કોઈ પણ પ્રકારની નોંધ લે, તેની રાહ જોવાની જ બંધ કરી દીધી છે. જો એ એવોર્ડ મળી જાય તો હું બહુ સારી એક્ટ્રેસ છું, બાકી નથી. એવું નથી.”યામીને ૨૦૧૩માં તેની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ માટે કેટલાક એવોર્ડ ચોક્કસ મળ્યા હતા. તે પછી લગભગ દરેક મોટા એવોડ્ર્ઝમાં તેને નોમિનેશન મળતા રહે છે પરંતુ ક્યારેય કોઈ એવોર્ડ મળ્યાં નથી. પરંતુ યામી માને છે કે તેને હવે માત્ર દર્શકો તેના કામની નોંધ લે એમાં જ રસ છે.
યામી ગૌતમે નિરાશા વ્યક્ત કરવાના બદલે કહ્યું હતું કે, “ હકિકત એ છે કે મારા દર્શકો મને બહુ પ્રેમ કરે છે, ઘણા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ એવા છે જે મારા પર દાવ લગાવવા માગે છે, જ્યારે ઓડિયન્સ તમને તાળીઓથી વધાવી લે તો એનાથી મોટું વળતર શું હોઈ શકે. બાકી તો બધું આવે અને જાય. દર્શકો બધું જાણે છે. જો, તેનાથી કોઈને ખુશી મળે તો સૌથી સારું!”ss1
