Western Times News

Gujarati News

સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી

(એજન્સી)નવી દિલ્હી,ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કાર્યવાહી કરી છે, જેના કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈડ્ઢ એ આ બંનેની કુલ ૧૧.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ૧ટમ્ીં સટ્ટાબાજીની સાઇટ સામેના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ વચગાળાના આદેશમાં, શિખર ધવનની ૪.૫ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને સુરેશ રૈનાના ૬.૬૪ કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ્‌સ જપ્ત કરવાનો આદેશ જાહેર કરાયો છે.પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની EDએ થોડા સમય પહેલાં પૂછપરછ કરી હતી, જેમાં તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.

હાલમાં, ED ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્સ સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે. એજન્સી માને છે કે આ એપ્સ માત્ર ગેરકાયદેસર નથી, પણ તેનો ઉપયોગ મોટા પાયે મની લોન્ડરિંગની ગતિવિધિઓ માટે પણ થાય છે. આ એપ્સ પર લાખો લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા તો મોટી ટેક્સ ચોરી કરવાનો ગંભીર આરોપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.