Western Times News

Gujarati News

દુકાનની આગળ વાહનો ગેરકાયદે પાર્ક કરેલાં હશે તો માલિકને પણ દંડ કરાશે

પ્રતિકાત્મક

સિંધુભવન રોડ, આંબલી રોડ અને રાજપથ રોડથી શરૂઆત કરાશે

(એજન્સી)અમદાવાદ,

સામાન્ય રીતે નાગરીકો રસ્તા પર જ પાર્કીગ કરી દુકાનમાં જતા રહે છે. ઘણી વખત રેસ્ટોરાંમાં ભોજન કરવા પણ રસ્તા પર જ પાર્કીગ કરીને જતા રહેતા હોય છે. ત્યારે આવા કિસ્સામાં સ્પીલ ઓવર ની જવાબદારી પણ સંબંધીત કોમર્શીયલની થાય તેવી સ્પષ્ટતા મ્યુનિ. કમીશનરે બુધવારે ટ્રાફીક સમસ્યાને લગતી એક બેઠકમાં કરી હતી. તેમણે કોમર્મીયલ એકમોની બહાર ગેરકાયદે પાર્કીગને અટકાવવા અને જવાબદારી ફિકસ કરવા આગામી દિવસોમાં ચોકકસ નીતી નકકી કરવા માટે નિર્દેશ આપ્યો છે.

હાલ આ સિંધુભવન રોડ રાજપથ આંબલી પર પ્રાયોગીક રીતે તેનો અમલ કરાશે.ખાનગી પ્લોટ પાર્કીગ માટે માલીકોને સમજાવાશે.શહેરમાં ખાનગી પ્લોટ પર પાર્કીગ માટે મ્યુનિ. મધ્યસ્થી બનીને પ્લોટ માલીકને સમજાવશે કે તેઓ તેમનો ખાનગી પ્લોટ પાર્કીગ માટે આપે જેથી તેનો ઉપયોગ થાય તેના પર ગેરકાયદે દબાણ ન થાય અને મ્યુનિ. ને કારણે ભવીષ્યમાં પણ આ પ્લોટ પર દબાણ કે કાનુની વિવાદથી કોઈ શકયતા ન રહે. તે રીતે કોમર્શીયલ એકમોની બાજુમાં આગળ-પાછળની રહેણાક બિલ્ડીગમાં પણ જો પાર્કીગ માટે જગ્યા મળી રહે તેમ હોય તો કોમર્શીયલ એકમો અને રહેણાંક મિલકતના સંચાલક પ્રમુખ સહીતની વ્યકિત સાથે મ્યુનિ. મધ્યસ્થી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.