Western Times News

Gujarati News

પુષ્કર હવે ઉંટનો નહિ, અનોખા પ્રાણીઓનો પણ મેળો !

૧૮ ઈંચની છ વર્ષની પુંગનુર ગાય ‘ચીનુ’ આ વર્ષનું સ્ટાર આકર્ષણ

(એજન્સી)જયપુર,

અગાઉ માત્ર ઉંટ માટે જાણીતો જગવિખ્યાત પુષ્કર પશુ મેળો હવે આ વર્ષે સંપૂર્ણ પાપે પશુધન ઉત્સવ બની ગયો છે. હવે અહી ગાય વિદશી મરઘીઓ, ટટુ અને ગલુડીયાઓ પણ જોઈ શકાય છે. પ્રથમ વખત એક જ મેળામાં પશુઓની આટલી અલગ અલગ જાતીઓ જોવા મળી રહી છે. જેનાં કારણે ખેડૂતો અને પ્રવાસીઓ અને મોટી સંખ્યામાં આકર્ષાય છ.ે આ વર્ષનો સ્ટાર આર્કષણ છે. માત્ર ૧૮ ઈંચની ઉચાઈ ધરશાવતી છ વર્ષની પુંગ્નુર ગાય ‘ચીનુ’ આ દુર્લભ દક્ષીણ ભારતીય જાતીની છે.

જયપુરના અંનીમલ કિગડમના રહેવાસી અભિનવ તિવારી તેને લઈને આવ્યાં છે. ચિનુ હવે સેલ્ફી લેનારાઓની પસંદગી બની ગઈ છે. “વડાપ્રધાન નરેન્દર્‌ મોદી ર૦રરમાં દીવાળી પર પુગનુર જાતીની ગાય તેમના નિવાસસ્થાનો લાવ્યાં હતાં. તિવારીએ કહયું કે અમે ઈચ્છીએ છીએ કે લોકો ભારતીય જાતીઓને ઓળખે અને પ્રશંસા કરે. તેમણે એમ પણ ધ્યાન દોયું હતું કે તેમનું પ્રદર્શન માત્ર જાગૃતિ માટે છ.ે વેચાણ માટે નહી તેઓ તેમની સાથે એક મીની સ્કોટીસ ટકુ બોલે પણ લાવ્યા છે. જે માત્ર ર.પ ફુટ ઉંચો છે. અને સામાન્ય તુલનામાં માત્ર એક ચતુથાશ ખોરાક ખાય છે.

પંજાબ હરીયાણા અને ઉત્તરપ્રદેશનાં વેપારીઓએ લગભગ ૧પ કરોડ રૂપિયાનાં સોદા કર્યા હતાં.નવા આકર્ષણોમાં કોલમ્બયાની મુરથી પણ હતી. જે બે ફુટ ઉંચી અને વજન લગભગ ૧પ કિલો છે. છેલ્લાં પાંચ વર્ષથી તેમને ઉછેરતાં અજમેરના ગૌરવ ભાટીને જણાવ્યું હતું કે, એક જોડીને કિંમત પ૦,૦૦૦ રૂપિયા છે. અને તેમનાં ઈડા, જે ખુબ જ પૌષ્ટીક માનવામાં આવે છે તે રપ૦ થી પ૦૦ રૂપિયામાં વેચાય છે.

પંજાબનાં બરનાલાથી આવેલી જસ્સી હસ્સીઝ જર્મન શેફડ અને અન્ય જાતીનાં ગલુડીયાઓ લાવ્યાં હતાં. જેની કિમત પ,૦૦૦ થી ૬,૦૦૦ રૂપિયાની વચ્ચે છે.તેમણે કહયું કે આ અમારો પારીવારીક વ્યવસાય છે અને આ વખતે અમને સારો પ્રતીસાદ મળ્યો છે. આખલા, બકરીઓ અને ભેસો પણ મેળાનો ભાગ બન્યાં હતાં. વેપારીઓનું કહેવું છેકે હવે આ મેળો માત્ર ઉટ અને ઘોડા સુધી મર્યાદીત નથી. પરંતુ તમામ જાતીઓનો સાચો પશુ ઉત્સવ બની
ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.