દેવ દિવાળી પૂનમના પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચ્યા પાવાગઢ
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શુભ દેવ દિવાળી પૂનમના પવિત્ર પ્રસંગે ભક્તિભાવના માહોલ વચ્ચે સવારના સમયે અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
સવારથી જ હજારો ભક્તો મા મહાકાળી મંદિર પહોંચ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં શૃંગાર, દીપોત્સવ અને અન્નકૂટ દર્શનનો આનંદ માણવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.મહંતશ્રીઓ અને ટ્રસ્ટના સેવકોએ અન્નકૂટ પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરી હતી.
વિવિધ જાતના ભોજન, મીઠાઈ અને પ્રસાદની વૈવિધ્યપૂર્ણ થાળીઓ માતાજીને અર્પણ કર્યા બાદ ભક્તોને વિતરણ કરવામાં આવી હતી.દેવ દિવાળી પૂનમના આ પવિત્ર દિવસે પાવાગઢ યાત્રાધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. (તસ્વીરઃ- મનોજ મારવાડી, ગોધરા)
