Western Times News

Gujarati News

બોગસ માર્કશીટથી વિઝા મેળવી યુવક ઓસ્ટ્રેલિયા પહોંચ્યોઃ ડિપોર્ટ કરાયો

માર્કશીટ ર૦૦૩ની અને ગણપત યુનિ.ની સ્થાપના ર૦૦પમાં થયેલી બોગસ માર્કશીટથી વિઝા મેળવી ગયેલા યુવકને ઓસ્ટ્રેલિયાથી ડિપોર્ટ કરી દેવાયો

ભાંડો ફૂટતા તગેડી મુકયો, દિલ્હીમાં FIR નોંધી નિકોલ પોલીસને સોંપ્યો

(એજન્સી)અમદાવાદ, નિકોલના યુવકે ગણપત યુનિવસીટીની નકલી માર્કશીટ-બનાવીને વિઝા મેળવીને ઓસ્ટ્રેલીયા પહોચ્યો હતો. જોકે ઓસ્ટ્રેલીયા ઈમીગ્રેશનને બાદમાં જાણ થઈ કે ગણપત યુનિવસીઊટીની સ્થાપના ર૦૦પમાં થઈ છે અને યુવકે ડીગ્રી જે જમા કરાવી છે. તેમાં ર૦૦૩નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જે બાદ ઓસ્ટ્રેલીયાથી ડીપોર્ટ કરવામાં આવતા દિલ્હી એરપોર્ટ પરથી ઈમીગ્રેશન વિભાગે યુવકને અટક કરીને પોલીસ ફરીયાદ નોધાવીને નિકોલ પોલીસને તપાસ કરવા આદેશ કર્યા છે. હવે નિકોલ પોલીસ યુવકે કયારે અને કોના મારફતે નકલી ડીગ્રી બનાવી તેમજ તેનો કયાં કયાં ઉપયોગ કર્યોતે દિશામાં તપાસ હાથ ધરી છે.

નિકોલમાં સાઈ હૈવનમાં પ્રકાશ ગોવિદલાલ પટેલ પરીવારજનો સાથે રહે છે. આ પ્રકાશે ઓસ્ટ્રેલીયા ખાતે જવા માટે વીઝાની ફાઈલ મુકી હતી. અને વીઝા મળતા તેઓ ર૮માર્ચ ર૦ર૪માં ઓસ્ટ્રેલીયા ગયા બાદ થોડા મહીના બાદ ઓસ્ટ્રેલીયા ઈમીગ્રેશન દ્વારા ફરીથી ડોકયુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા.

જેમાં પ્રકાશે મુકેલ ગણપત યુનિવસીટીની ડીગ્રી વર્ષ ર૦૦૩ની હતી. જયારે ગણપતી યુનિવસીટીની સ્થાપના જ ર૦૦પમાં થયાનું સામે આવયું હતું જે બાદ ઓસ્ટ્રેલીયા ઈમીગ્રેશન વિભાગે પ્રકાશની અટક કરીને ત્યાંથી ડીપોર્ટની પ્રોસેસ કરીને ગત ૩ નવેમ્બર ર૦રપના રોજ દિલ્હી પરત મોકલ્યો હતો.

જયાં દિલ્હી ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશન વિભાગે ડીપોર્ટ પ્રોસેસરી નોટ જતા જ તાત્કાલીક ત્યાં ફરીયાદ નોધાવી હતી. દિલ્હીપોલીસે તે ફરીયાદ ઝીરો નંબરથી નિકોલ પોલીસને ટ્રાન્સફર કરતા હવે સ્થાનીક પોલીસે ઝીણવટ પુર્વક તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાય વર્ષોથી અમેરીકા અને ઓસ્ટ્રેલીયાને ગુજરાત અને પંજાબની કેટલીક યુનિવસીટી અને કોલેજોને બ્લેક લીસ્ટેડ કરી જ દીધી છે. આ સંસ્થામાંથી માર્કશીટ લઈ વીઝા લેવા જનારા પહેલેથી જ રીજેકટ થઈ જતાં હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.