Western Times News

Gujarati News

વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ઉજવણી કરાઈ

જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષ સ્થાને વંદે માતરમનું સામૂહિક ગાન – સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા

વંદે માતરમ્ ગાનને આપણે આચરણ અને કાર્યમાં લાવીએ- જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે  જિલ્લા કલેકટર કચેરી ખાતે વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું  આ  પ્રસંગે અમદાવાદ સંકલનના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા

જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેએ જણા્વ્યું  હતું કે  આપણા વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ ૭મી નવેમ્બરે પૂર્ણ થયા છે આ ગાનથી નાગરિકોમાં  રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થાય છે 

તેમણે આ ગાનને જીવનશૈલી અને કાર્યમાં ઉતારવા અનુંરોધ કર્યો હતો  તેમણે કહ્યું કે, સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી રચિત આ ગીત રાષ્ટ્રપ્રેમની પવિત્ર ધ્વનિ છે. જે ધ્વનિને દૈનિકમાં આચરણમાં લાવી દેશના ભવિષ્ય માટે કામ કરવા સૌને અનુંરોધ કર્યો હતો

તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારતના સુત્ર સાથે  વંદે માતરમ ગીતને  નાગરિકોની સુવિધાનો  હિસ્સો બનાવવા પણ જણાવ્યું હતું  આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર,નાયબ કલેકટરશ્રીઓ, જિલ્લાના અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.