ખેડબ્રહ્માની સ્ટેશન શાળામાં વંદે માતરમ્ ૧૫૦ ની ઉજવણી કરાઈ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારતની આઝાદીની ચળવળના મહામંત્ર જેવા વંદે માતરમ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ, ભારત વિકાસ પરિષદ અને સ્ટેશન શાળાના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન શાળામાં તારીખ ૭- ૧૧- ૨૦૨૫ ને શુક્રવારના રોજ ૧૧ઃ૦૦ કલાકે આન બાન અને શાન સાથે ઉજવણી કરાઇ.
ઉપસ્થિત મહેમાનો, શાળાનો સ્ટાફ તથા ઉપસ્થિત બાળકો એ સમૂહમાં વંદે માતરમનું ગાન કરી ભારત રાષ્ટ્રને મજબૂત કરવા સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અને ભારતના તમામ વ્યાપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી દિપકભાઈ પટેલ, મટોડા બીટ નિરીક્ષક છગનભાઈ ખરાડી, શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મનીષભાઈ કોઠારી, મંત્રી હસમુખભાઈ પંચાલ, શાળાનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં બાળકો રહ્યા હતા.
