Western Times News

Gujarati News

પાટણમાં નકલી LCB પોલીસ બનેલા ઈસમોને અસલી LCBએ ઝડપી લીધા

fake police officers arrested

રૂ.૧૮.૧ર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ઃ એલ.સી.બી. પોલીસના સ્વાંગમાં રૂપિયા પડાવતા હતા

પાટણ, પાટણ સીટી ‘બી’ ડિવી. પો.સ્ટે. વિસ્તારમાંથી નકલી એલ.સી.બી. પોલીસ બનેલા ઈસમોને અસલી એલસીબી પોલીસે કુલ કિ. રૂ.૧૮,૧ર,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આર.જી. ઉનાગર એલસીબી પીઆઈ પાટણના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન બાતમી મળેલ કે, કેટલાક ઈસમો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી પી.ટી.ઝાલા તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માંગણી કરતા હોઈ અને આ ઈસમો બી-ડીવીઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલ વેપારી

પાસે તપાસના નામે રૂપિયા લેવા આવનાર હોઈ જે બાબતે ટીમે છટકું ગોઠવી ૬ ઈસમોને રવેટા હોટલના રૂમમાંથી ઝડપી પાડેલ અને ઈસમોની તપાસ કરતા એક ઈસમ પરમાર (ઠાકોર), સંજયજી મણાજી (રહે. વામૈયા, તા.સરસ્વતી, જી. પાટણ)ના મોજામાંથી પી.એસ.આઈ. સંજયસિંહ મફતસિંહ રાજપુત બં.નં.૧૯૪૧ નોકરી એસ.ઓ.જી. ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટુ આઈકાર્ડ તથા પોલીસે પહેરવાના બુટ તથા ખાખી મોજા મળી આવેલ જે બાબતે ઈસમને પુછતા

તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવેલ અને તેઓ તમામ ઈસમો એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલ હોવાનું જણાવતા ઈસમોને કિ. ૧૮,૧૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ પાટણ સીટી બી-ડીવીઝન પો.સ્ટે.માં ગુન્હો રજી કરાવી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

એલસીબી ટીમના હાથે પકડાયેલ આરોપીઓમાં ઃ પરમાર (ઠાકોર) સંજયસિંહ મહફસિંહ (રહે. વામૈયા, તા.સરસ્વતી, જી. પાટણ), રાજપુત પોપટજી ચમનજી (રહે. ચંદ્રુમણા, દરબાર વાસ, તા.જી.પાટણ), મીર સાહિદભાઈ ઈસબભાઈ (રહે. વામૈયા, ઠાકોરવાસ, તા.સરસ્વતી, જી. પાટણ), ઠાકોર રમેશજી બાબુજી (રહે. બીલીયા પટેલવાસ, તા.સિધ્ધપુર, જી. પાટણ),પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી (રહે.ચંદ્રુમણા, દરબારવાસ, તા.જી.પાટણ) અને રાજપુત્ર મહેન્દ્રસિંહ ભીખુસિંહ (રહે. ચંદ્રુમણા, દરબારવાસ, તા.જી.પાટણ)નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.