Western Times News

Gujarati News

અમદાવાદની ભવિષ્યની પાણીની જરૂરિયાત પૂરી કરવા રાસકા પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરાશે

ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને લીધો મહત્ત્વનો નિર્ણય

આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પુરી ક્ષમતાથી એટલે કે ૨૦૦ એમ.એલ.ડી. ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્મદા પાણીને ટ્રીટમેન્ટ પ્લાનમાં શુદ્ધ કરી નાગરિકોને સપ્લાય કરવામાં આવશે. ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખી કોતરપુર અને જાસપુર પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે રાસકા પ્લાન્ટની કેપિસિટીમાં પણ ૧૦૦ એમએલડી ક્ષમતાનો વધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના કારણે એસપી રીંગરોડ સમાન્તર વિસ્તારોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ થશે. મ્યુનિ. કોર્પો. દ્વારા ર૦૪પની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરની પૂર્વે સી.ટી.એમ. થી એક્ષપ્રેસ હાઈવે પર ૧૮ કી.મી. દૂર જીંજર ગામની સીમમાં શેઢી કેનાલની ૬૬.૦૦ કી.મી. છેડા પર ૨૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ માં રો-વોટરનો જથ્થો શેઢી કેનાલમાંથી મેળવવામાં આવે છે.

આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા હાલમાં શહેરના પૂર્વ ઝોનના રીંગ રોડ પર આવેલ ઓઢવ, વસ્ત્રાલ તથા રામોલ હાથીજણ વોર્ડના રીંગરોડ સમાંતર આવેલ વિસ્તારોને તથા દક્ષિણઝોનના ઇસનપુર, લાંભા, વટવા વોર્ડ તેમજ બહેરામપુરા વોર્ડના ચંડોળા તળાવથી નારોલ સુધીના વિસ્તારને પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.

આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પુરી ક્ષમતાથી એટલે કે ૨૦૦ એમ.એલ.ડી. ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લન્ટની હયાત કેપેસીટીમાં વધારો કરવો જરુરી હોઈ તેમજ હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ભવિષ્યમાં રીપેરીંગ તથા અન્ય મેઈન્ટેનન્સની કામગીરી જોતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસીટીમાં વધારો કરવા માટે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.

વોટર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કમાન્ડ વિસ્તારમાં પાણીની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખી હાલમાં સરદાર પટેલ રીંગરોડ સમાંતર એક્ષપ્રેસ હાઇવેથી કમોડ સુધી ભવિષ્યમાં થનાર વિકાસ અને વિકાસ દરને ધ્યાનમાં રાખી સરદાર પટેલ રીંગરોડ સમાંતર એક્ષપ્રેસ હાઇવેથી કમોડ સુધી જુદા જુદા વ્યાસની ટ્રંક મેઇન્સ લાઈન નાંખવાની કામગીરી ચાલુ છે જે પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં શુદ્ધ પાણીની જરૂરિયાત રહેશે.

જેથી રાસ્કા ખાતે ૧૦૦ એમ.એલ.ડી. પ્લાન્ટ માટે સરકાર મારફતે જમીન સંપાદન કરી ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ્કા ખાતે નવો પ્લાન્ટ બનાવવા માટે ચવલજ ગામના રેવન્યુ સર્વે નં. ૨૫૯, ૨૫૭, ૨૫૮ પૈકી ની કુલ ૨૭,૫૧૬ ચો.મી. જમીન સંપાદન માટે રૂ. ૧,૮૭, ૬૮,૭૨૪-, તા.૦૭/૦૩/૨૦૨૫ થી તથા રૂ. ૨,૨૦, ૧૨૮/-, તા.૨૫.૦૪.૨૦૨૫ થી મામલતદાર દસક્રોઈ ખાતે જમા કરી જમીન સંપાદન કરી જમીનનો કબ્જો લેવામાં આવ્યો છે.

શેઢી કેનાલ ખાતે ઇનલેટ/એચ.આર. તથા રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી અમદાવાદ શહેર તરફ આવતી મુખ્ય ટૂંક મેઇન્સ લાઇન ૩૦૦ એમ.એલ.ડી. પાણી વહન કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી ૧૦૦ એમ.એલ.ડી. પ્લાન્ટ બનાવી સદર લાઈનનો તેની પુરેપુરી પાણીની વહન ક્ષમતા મુજબ ઉપયોગ કરવામાં આવશે અમદાવાદ શહેરની હાલની તથા ભવિષ્યની વસ્તીને ધ્યાને લઈ હયાત,

ઓગમેન્ટેશન હેઠળના તથા નવા બંધાઈ રહેલ તેમજ ટૂંક સમયમાં નવા બાંધવામાં આવનાર વો.ડી. સ્ટેશનની સ્ટોરેજ ક્ષમતા જોતાં તેમજ સરદાર પટેલ રીંગ રોડ પર બાકી ભાગમાં ટૂંક મેઇન્સ પાઈપ લાઈન નાંખી નવા આવરી લેવાના વિસ્તારને ધ્યાને લેતાં શહેરના

ઉત્તર,પૂર્વ, દક્ષિણ, પશ્વિમ, મધ્ય, ઉત્તર પશ્વિમ તથા દક્ષિણ પશ્ચિમ ઝોન માટે કોતરપુર, જાસપુર તથા રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લન્ટની હયાત કેપેસીટીમાં વધારો કરવો જરુરી હોઈ તેમજ હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ભવિષ્યમાં રીપેરીંગ તથા અન્ય મેઈન્ટેનન્સની કામગીરી જોતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસીટીમાં વધારો કરવા માટે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેનું આયોજન જરૂરી બન્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.