Western Times News

Gujarati News

તાન્યા મિત્તલને લઈને બેસ્ટ ફ્રેન્ડ નીલમે કર્યાે ચોંકાવનારો ખુલાસો

વીડિયો થયો વાઈરલ

વાઈરલ થઈ રહેલાં લાઈવ ફીડના વીડિયોમાં જે રીતે નીલમે પોતાની ફ્રેન્ડ તાન્યાને નેશનલ ટેલિવિઝન પર એક્સપોઝ કરી છે

મુંબઈ,બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન રિયાલિટી ટીવી શો બિગ બોસ હાલમાં ટીઆરપીના મામલે ટોપ પર છે. આ શોના સ્પર્ધકોની વાત કરીએ તો હાલમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડમાં હોય તો તે છે તાન્યા મિત્તલ. તાન્યા મિત્તલ તેના બિઝનેસ એમ્પાયર, અમીર પરિવારના બેકગ્રાઉન્ડની વાતોને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.હવે તાન્યાની લવલાઈફ વિશે પણ વાત થઈ રહી છે અને એ પણ બિગ બોસ હાઉસમાં.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તાન્યાની ફ્રેન્ડ નીલમ ગિરી જ ચોંકાવનારો ખુલાસો કરી રહી છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં નીલમ ગિરી અને કુનિકા સદાનંદ બેડરૂમમાં વાત કરી રહ્યા છે જેમાં કુનિકા નીલમને પૂછે છે કે આ ગુંટવા કોણ છે? જેના જવાબમાં નીલમે તાન્યાની આખી પોલ ખોલી દીધી હતી.કુનિકાએ કહ્યું કે આ ગુંટવા કોણ છે, એનું કંઈક નામ હશે, ક્યારેય નામ કહ્યું છે એણે? મને ધીરેથી બોલી દે. નીલમે આ સવાલના જવાબમાં ઈશારા કર્યા અને પછી પછી કુનિકાના કાનમાં કહ્યું કે નામ ના કહી શકું, પણ તે પરણેલો છે.

આ સાંભળીને કુનિકા ચોંકી ઉઠે છે.જોકે, નીલમે દોસ્તી નિભાવતા કુનિકાને કહ્યું કે પ્લીઝ તમે આ સિક્રેટ કોઈને કહેતાં નહી. અત્રે ઉલ્લેખનીય છે કે એક ટાસ્ક દરમિયાન તાનિયાએ ટેડીબિયરને ગુંટવા નામ આપ્યું હતું અને કહ્યું હતું કે ગુંટવા તેનો ઈમેજનરી હસબન્ડ છે.ગુંટવા દુનિયાનો સૌથી સારો છોકરો છે અને તે તેના જીવનમાં જ્યારે કોઈ કિરણ નથી દેખાતો ત્યારે પ્રકાશ લઈને આવે છે. ગુંટવા તેને બધાથી બચાવશે. હવે ગુંટવા કોણ છે એનો ખુલાસો થઈ ગયો છે.

વાઈરલ થઈ રહેલાં લાઈવ ફીડના વીડિયોમાં જે રીતે નીલમે પોતાની ફ્રેન્ડ તાન્યાને નેશનલ ટેલિવિઝન પર એક્સપોઝ કરી છે એ જોતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે તાન્યાએ પોતાની ફ્રેન્ડ સમજીને નીલમને આ વાતો કહી હતી અને નીલમે આ બધી વાતો પબ્લિક પ્લેટફોર્મ પર ના કરવી જોઈએ.એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે નીલમ તાન્યાની સાચી ફ્રેન્ડ નથી અને તાન્યા નીલમ સાથેની ફ્રેન્ડશિપને લઈને એક ભ્રમમાં છે.

ફેન્સ તો એવું પણ કહી રહ્યા છે કે નીલમ પણ એક્સ્પોઝ થની જોઈએ.જોઈએ મેકર્સ હવે આ સિક્રેટને શોમાં કેવી રીતે પ્લે કરે છે. નીલમ અને તાન્યાની ફ્રેન્ડશિપ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી હતી, પરંતુ ફરહાના સાથેની તાન્યાની ફ્રેન્ડશિપને કારણે આ બંનેની દોસ્તીમાં દરાર પડવા લાગી. હવે શોમાં નીલમ અવારનવાર તાન્યાની બુરાઈ કરતી જોવા મળે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.