Western Times News

Gujarati News

પોઇઝન એટેક કરવાના ષડયંત્રનો પર્દાફાશ-ગુજરાત ATSએ ૩ આતંકી ઝડપ્યા

ATSએ પકડેલા આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ દબોચી લેવામાં આવ્યા

અમદાવાદ, ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એ અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને દેશભરમાં પોઇઝન એટેક (ઝેર દ્વારા હુમલો) કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી એક સ્મ્મ્જી ડૉક્ટર છે, જે ઝેરી કેમિકલમાંથી અત્યંત ઘાતક ઝેર બનાવવાની ફિરાકમાં હતો.

ઝડપાયેલો મુખ્ય આરોપી હૈદરાબાદનો રહેવાસી ડો. અહમદ સૈયદ ઝીલાની (અબુ ખદીજા) છે. તે ચાઇનાથી MBBSની ડિગ્રી મેળવનાર ડોક્ટર છે. ઝીલાની ૬ તારીખે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને તેની ધરપકડ અડાલજ ટોલનાકા પાસેથી કરવામાં આવી હતી. ઝીલાની પર રાયઝિન  નામનું જીવલેણ ઝેર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો અને મોટા આતંકી હુમલાઓ કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે.

Ahmedabad –The Gujarat Anti-Terrorism Squad ( ATS ) arrested three Suspected who were Allegedly Planning to carry out terrorist attack in various parts of the country, at ATS head quarter in Ahmedabad on Sunday, November 9, 2025આ ઝેર ખૂબ ઓછી માત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે આ ઝેર પાવડર સ્વરૂપે હોય છે અને તેને પાણી, હવા અથવા ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. ધરપકડ પહેલા ડોક્ટર આતંકી અમદાવાદમાં લાલદરવાજા ઉતરીને લકી હોટલ સામે રોકાયો હતો.

ઉત્તર પ્રદેશના મોહમ્મદ સુહેલ અને આઝાદ સુલેમાન શેખ (આઝાદ સૈફી)ની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. સુહેલ અને આઝાદ ઉત્તર પ્રદેશથી ૩ વેપન, ૩૦ કારતૂસ અને જીવલેણ કેમિકલ પ્રવાહી લાવ્યા હતા.

આ બંને શખ્સોએ આ હથિયારો કલોલ ખાતે એક અવાવરુ જગ્યાએ છુપાવ્યા હતા, જે બાદમાં હૈદરાબાદના ડોક્ટર આતંકી ઝીલાનીએ રીસીવ કર્યા હતા. આ હથિયારો રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી મેળવવામાં આવ્યા હતા, અને પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયા હોવાની આશંકા છે.

આદિલ અગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે 2024 માં ત્યાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેણે સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી. ડૉ. આદિલે આપેલી માહિતીના આધારે બીજા ડૉક્ટર મુજાહિલ શકીલની 7 નવેમ્બરના રોજ પુલવામા (કાશ્મીર) થી ધરપકડ કરવામાં આવી.

પકડાયેલા આરોપીઓનો ઝુકાવ ISKP (Islamic State – Khorasan Province) નામના આતંકી સંગઠન તરફ જોવા મળે છે. અહમદ મોહિઉદ્દીન ઝીલાનીએ છેલ્લા એક વર્ષથી દિલ્હી, મુંબઈ અને લખનૌની રેકી કરી હોવાના પુરાવા મળ્યા છે.

અન્ય બે શકમંદોએ પણ સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. આ આતંકીઓનો ઈરાદો ભારતમાં મોટી સંખ્યામાં લોકોને નુકસાન પહોંચાડવાનો હતો અને મોટા આતંકી હુમલા કરવાની ફિરાકમાં હતો. ભારતમાં પહેલી વખત પોઇઝન એટેક કરવાનું આ કાવતરું હતું.

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનૌ અને જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો તેમની રેકી અને હુમલાના નિશાના પર હતા. ઝીલાની ઘણા વિદેશી લોકોના સંપર્કમાં હતો. હથિયારો છુપાવ્યાનું લોકેશન પણ આરોપીઓએ તેમના વિદેશી હેન્ડલરને મોકલ્યું હતું, જે અબુ ખદીજા નામના શખ્સ હોવાની અને તે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનથી ઓપરેટ કરતો હોવાની આશંકા છે. હાલમાં, ગુજરાત ATS દ્વારા આ સમગ્ર આતંકી મોડ્યુલના સ્થાનિક જોડાણો અને વધુ વિગતો જાણવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગુજરાત એટીએસએ ત્રણ આતંકવાદીઓને પકડ્યા બાદ પુછપરછમાં પાકિસ્તાની કનેકશન સામે આવ્યું છે. આ ઘટનાથી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે અને આ ત્રણેયની પુછપરછ કરવા ટુંક સમયમાં જ દિલ્હીથી અધિકારીઓ અમદાવાદ આવશે. બીજી બાજુ આ ત્રણેય આતંકવાદીઓએ કેટલીક ચોંકાવનારી કબુલાત કરી છે જેના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.